કરણ જોહરની આગામી ફિલ્મ ‘તખ્ત’ની શાનદાર સ્ટારકાસ્ટ

કરણ જોહરે તેના દ્વારા ડિરેક્ટ કરવામાં આવનારી આગામી ફિલ્મ તખ્તની જાહેરાત કરી છે. આ ફિલ્મની શાનદાર સ્ટારકાસ્ટ છે, જેમાં કરીના કપૂર, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, જાહ્ન્વી કપૂર, રવીના ટંડન, અનિલ કપૂર, ભૂમિ પેડણેકરનો સમાવેશ થાય છે.
આ ફિલ્મ મુગલ શાસનના સમયગાળાની પિરિયડ ફિલ્મ છે. કરણે તેના ટ્વિટમાં આ ફિલ્મના પ્લોટ વિશે આછો ખ્યાલ આપતાં કહ્યું હતું કે ભવ્ય મુગલ સિંહાસન માટે પૌરાણિક યુદ્ધ છે. એક પરિવાર, એક મહત્ત્વાકાક્ષા, લાલચ, વિશ્વાસઘાત, પ્રેમ-વારસો વગેરેની આ વાર્તા છે. આ ફિલ્મ પ્રેમના યુદ્ધ વિશે છે. આ ફિલ્મને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ દ્વારા નિર્માણ કરવામાં આવશે. ફિલ્મ 2020માં રિલીઝ થશે. તખ્ત ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ પછી ડિરક્ટર તરીકે કરણની પ્રથમ ફિલ્મ હશે.
કરણ જોહરે આ અગાઉ ક્યારેય એપિક ફિલ્મ ઉપર હાથ અજમાવ્યો નથી. આ ફિલ્મમાં વધુ વિશ્વાસઘાત છે. ફિલ્મની ભવ્યતા તો છે જ, ઉપરાંત સંબંધોનાં પરિમાણો વિશેની પણ ફિલ્મ છે. આ ફિલ્મની સરખામણી સંજય લીલા ભણશાળીની પિરિયડ ફિલ્મો સાથે થઈ શકે છે. જોકે કરણ જોહર કહે છે, મને સંજયની ફિલ્મો ગમે છે. આ સરખામણી ખૂબ પડકારજનક છે. આ સરખામણીનો ડર મને લાગે છે. મને આશા છે કે હું તેમાં સફળ થઈશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here