કરણ જોહરની અતિ લોકપ્રિય અને સફળ ફિલ્મ કભી ખુશી, કભી ગમ પરથી એકતા કપુર ટીવી સિરિયલ બનાવશે.

0
1326

નિર્માતા કરણ જોહરની મલ્ટી સ્ટાર ફિલ્મ કભી ખુશી . કભી ગમ પર આધારિત ટીવી સિરિયલ બનાવવાની યોજના એકતા કપુર વિચારી રહ્યા છે. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શાહરૂખ ખાન. કાજોલ, હૃતિક રોશન અને કરીના કપુર જેવા કલાકારોના સુંદર અને અસરકારક અભિનયને કારણે તેમજ કર્ણપ્રિય ગીતોને લીધે પારિવારિક કથાનક ધરાવતી આ ફિલ્મ ખૂબ જ લોકપ્રિય બની હતી. આ ફિલ્મે ટિકિટબારી પર પણ સારી કમાણી કરી હતી. આ ફિલ્મની વાર્તા એકતા કપુરને ખૂબ ગમી હોવાથી  એકતા કપૂર હવે એને નવા કલાકારો સાથે નાના પરદા પર રજૂ કરવાનું આયોજન કરી રહ્યા છે.