કભી ખુશી, કભી ગમ ..શત્રુધ્ન સિન્હાએ ભાજપનો ચૂંટણીમાં ધબડકો થયો એ બાબત વ્યંગ કર્યો …

0
937
Reuters

ભાજપની પાંચે રાજ્યોમાં થયેલી બુરી હાલત પર હવે માત્ર બહારના લોકો જ નહિ, ભાજપના પીઢ નેતાઓ પણ કટાક્ષ કરી રહ્યા છે. આખાબોલા અને ભાજપની વરિષ્ઠ નેતાગીરીથી નારાજ અભિનેતા શત્રુધ્ન સિન્હાએ જણાવ્યું હતું કે, છેવટે સત્યની જીત થઈ છે. હું જીત હાંસલ કરનારા તમામ લોકોને અભિનંદન આપું છું. જેઓ પોતાના અહંકાર અને ઘમંડ અને ખરાબ વર્તાવને કારણે હારી ગયા છે તેમણે પણ ધન્યવાદ . સાથે સાથે એ લોકો સાંત્વનાના પણ હકદાર છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એ લોકોને સદબુધ્ધિ આપો…