કપુર – ભટ્ટ પરિવારે તૈયારીઓ શરૂ કરી – રણબીર અને આલિયા ડિસેમ્બરમાં પરણી જશે..

0
1526

રણબીર કપુરૃ- આલિયા ભટ્ટનો રોમાન્સ બે વરસથી ચાલી રહ્યો છે. રણબીર સ્વભાવે રંગીલો છે, તેનું નામ અવારનવાર તેની સાથે ફિલ્મમાં હીરોઈનની ભૂમિકા ભજવનારી પ્રત્યેક અભિનેત્રી સાથે જો઼ાતું રહ્યું છે. દીપિકા પદુકોણ, પ્રિયંકા ચોપરા , કેટરિના કેફ , નરગીસ ફકરી જેવી અભિનેત્રીઓ સાથે તે અનેકવાર ડેટિંગ પર પણ ગયો છે. દીપિકા પાદુકોણ તો એને બેહદ પ્રમ કરતી હતી, ત્યારે પણ એણે દીપિકા સાથે બ્રેક અપ કરીને કેટરિના કેફ સાથે લિવ-ઈન સંબંધોમાં રહેવાું શરૂ કર્યું હતું. કાસોનોવા- છેલબટાઉની ઈમેજ ધરાવતો રણબીર અને મહેશ ભટ્ટની પુત્રી અને બેમિસાલ અભિનય ત્ક્ષમતા ધરાવતી આલિયા ભટ્ટ એકમેકના ગળાડૂબ પ્રેમમાં હોવાનું હવે જગજાહેર થઈ ચૂક્યું છે ઋષિ કપુરને પોતાની જીવલેણ બીમારીનો ઈલાજ કરાવવા માટે દશેક મહિના સુધી ન્યુ યોર્કમાં રહેવું પડ્યું. કપુર પરિવારમાં સુખ- દુખના પ્રસંગો સતત આવચા રહ્યા, જેને કારણે રણબીર- આલિયાના લગ્નમાં અ઼ડચણ આવીહતી. હવે પ્રાપ્ત માહિતી અનુસાર, કપુર- ભટ્ટ પરિવાર ે સાથે મળીને લગ્નની તારીખ નક્કી કરી લાીધી છે. આગામી ડિસેમ્બર મહિનામાં 4 તારીખે રણબીર- આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર -1 રિલિઝ થઈ રહી છે. ત્યારબાદ કલાકાર યુગલના લગ્ન યોજવામાં આવશે. આમ પણ આલિયા કપુર પરિવાર સાથે ખૂબ સારી રીતે હળીભળી ગઈ છે. આ બન્નેની જોડીને તેમના ચાહકો મેઈડ ફોર ઈચઅધર માને છે. બન્ના ચાહકો ઉત્સુકતાથી તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે…