કપિલ શર્માના શોમાં સેલ્ફી મૌસી બનતો હાસ્ય કલાકાર સિધ્ધાર્થ સાગર- મીડિયા સમક્ષ રજૂ કરી પોતાની દુખભરી દાસ્તાન

0
783

છેલ્લા 4 મહિનાથી ગુમ થયેલા ટીવીના હાસ્ય કલાકાર સિધ્ધાર્થ સાગરે ગત રવિવારે પત્રકાર પરિષદમાં પોતાની દુખભરી કથા રજૂ કરી હતી. એના પરિવારજનો – એના માતા-પિતાએ એના પર ગુજારેલા જુલમો, મારપીટ વગેરે વાતો એણે ખુલ્લા મને સહુ સમક્ષ પેશ કરી હતી. તેણે કહ્યું હતું કે, મારા પરિવારજનોને એનું લાગતુ હતું કે, હું સંન્યાસ લઈ લઈશ એટલે જાણીબુઝીને મને દવાઓ આપવામાં આવતી હતી. જેના કારણે હું ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. મારી માતા અને બોયફ્રેન્ડે મળીને મારા વિરુધ્ધ કાવતરું રચ્યું હતું. મારી માતા મારી પાસેથી પૈસા લઈ લેતી હતી. આ બધાથી કંટાળીને મેં ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું હતું. જને કારણે મારી તબિયત બગડી હતી. મારી તબિયત લથડી જવાને કારણે મને રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં મને સખત માર મારવામાં આવતો હતો. બહુ તકલીફો વેઠ્યા બાદ હું ત્યાંથી છટકીને બહાર નીકળી શકયો છું.

સિધ્ધાર્થ સાગરને તેના પરિવારજનોએ પાગલખાનામાં પણ દાખલ કર્યો હતો. હવે તે ફરીથી પોતાને મનગંમતું કામ- અભિનય કરીને રોજીરોટી મેળવવા ઈચ્છે છે. તે કાનૂનની મદદ લઈને પોતાના માતા- પિતાથી અલગ સ્વતંત્ર રહીને જીવન જીવવા માગે છે એમ તેણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.