કઠુઆ બળાત્કાર-કાંડની  તપાસ માટે જમ્મુ -કાશ્મીરની ક્રાઈમ બ્રાન્ચે એક ખાસ કમિટી રચી – જેમાં એક મહિલા  પોલીસ અધિકારીનો સમાવેશ

0
879
IANS

જમ્મુ- કાશ્મીરના કઠુઆ ખાતે એક આઠ વરસની બાલિકા પર થયેલા સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટનાએ આખા દેશમાં ચકચાર જગાડી છે. આખરે વહીવટીતંત્ર ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી કરવા સાબદું થયું છે. જમ્મુ- કાશ્મીરની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ ઉપરોકત મામલાની તલસ્પર્શી તપાસ કરશે. આ ટીમમાં શ્વેતાંબરી શર્મા નામના એક મહિલા પોલીસ અધિકારી પણ સામેલ છે. તેઓએ ઉપરોક્ત મામલાની તપાસ દરમિયાન તેમને પડી રહેલી મુશ્કેલીઓનું બયાન કર્યું હતું. કેસના આરોપીઓએ જુદા જુદા માધ્યમનો ઉપયોગ કરીને મારા સુધી એ વાત પહોચાડવાની કોશિશ કરી હતી કે, તે બ્રાહ્મણો છે. તેમનું કહેવું એવું હતું કે, હું પણ બ્રાહ્મણ જ્ઞાતિની છું. આથી મારે આ આરોપીઓએ  એક મુસ્લિમ બાળકી સાથે કરેલા દુષ્કૃત્ય અને એની હત્યા બદલ ગુનેગાર ના ઠેરવવામાં આવે. મેં એમણે જણાવ્યું હતું કે, હું એક પોલીસ અધિકારી છું. મારો એકમાત્ર ધર્મ મેં પહેરેલો પોલીસનો યુનિફોર્મ છે. પોતાના બધા કાવાદાવાઓ નિષ્ફળ ગયા બાદ આરોપીઓએ અને તેમના માટે હમદર્દી બતાવનારા લોકોએ મને ડરાવવાનું અને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. નીચલી અદાલતમાં 16 એપ્રિલથી જ આ મામલાની સુનાવણી શરૂ થઈ ગઈ હતી.