કચ્છી ધારાશાત્રી હર્ષ ભગીરથ બૂચ આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત

 

ભુજઃ મૂળ ભુજના અને હાલે મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત કરી રહેલા હર્ષ ભગીરથભાઈ બૂચને વકીલાત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા લેક્ષ ફાલ્કન એવોર્ડ-ર૦ર૧થી સન્માનિત કરાયા છે. ભારતનો ખ્યાતનામ ધારાશાત્રીઓનો મંચ એમઝેડએમ લીગલ સાથે સંકળાયેલા હર્ષને તા. ૭મી એપ્રિલના દુબઈ ખાતે યોજાયેલી લેક્ષ ટોક વર્લ્ડ કોન્ફરન્સમાં વકીલાત ક્ષેત્રે સમગ્ર એશિયા, મધ્યપૂર્વ યુરોપ તથા અમેરિકાના શ્રેષ્ઠ એકસો ધારાશાત્રીઓને અપાતો આ એવોર્ડ એનાયેત કરાયો છે. આ પ્રતિષ્ઠિત માન મેળવનાર હર્ષ સૌપ્રથમ ગુજરાતી છે. આ એવોર્ડ માટે એક હજારથી વધારે નોમિનેશન સ્વીકારવામાં આવ્યા હતા, જેમાંથી એકસોની પસંદગી કરવામાં આવી તેમાં યુવાન ધારાશાત્રી હર્ષનો સમાવેશ કરાયો હતો એ કચ્છ અને ગુજરાત માટે ગૌરવજનક ઘટના છે. એમના પિતા ભગીરથભાઈ બૂચ મર્ચન્ટ નેવીના કેપ્ટન છે.