કંગના રનૌત સામે મહારાષ્ટ્ર સરકાર, શિવસેના અને મુંબઈ મહાનગરપાલિકાની અશિષ્ટ, અવિવેકી અને ક્રૂરતાભરી અશોભનીય કાર્યવાહી 

 

            સુશાંત સિંહ રાજપૂતના અકુદરતી મૃત્યુના મામલે અનેક સવાલો લોકોના મનમાં ઊભા કર્યા છે. આ કેસમાં મુંબઈ પોલીસ દ્વારા કરાતી તપાસ એનું શંકાભર્યુ વલણ અને વર્તન, કેસના આરોપીઓને છાવરવાના મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસના પ્રયાસો વગેરેની ખુલ્લેઆમ ટીકા કરતા જાહેર નિવેદનો ટીવી અને સોશ્યલ મિડિયા પર બેધડક આપ્યા હતા. જેને કારણે શિવસેનાના નેતાઓ, એમાય ખાસ કરીને શિવસેનાના પ્રવક્તા ગણાતા સાંસદ સંજય રાઉતે મનફાવતી ભાષામાં પ્રતિભાવો આપીને જાહેરમાં કંગનાની અશોભનીય ભાષામાં ટીકા કરી હતી. બોલીવુડના નેપોટિઝમ અને ડ્રગ્સ માફિયા અંગે કંગનાે કરેલા ખુલાસાઓથી મુંબઈ પોલીસ, બોલીવુડના કહેવાતા મહારથીઓ અને મહારાષ્ટ્ર સરકારની સિવસેના લોબી નારાજ થઈ હતી.. કંગનાને મુંબઈમાં પ્રવેશ કરવાનો અધિરકાર નથી એવા પ્રકારના નિવેદન સંજય રાઉતે કર્યા બાદ કંગનાએ પોતે 9 સપ્ટેમ્બરે મુંબઈ આવશે  એવું જાહેર કર્યું હતું. કંગનાની સલામતી માટે હિમાચલ સરકારની રજૂઆત બાદ કેોન્દ્ર સરકાર દ્વારા કંગનાને વાય (પ્લસ) -Y+ કક્ષાની સુરક્ષા આપવામાં આવી હતાી. હિમાચલ પ્રદેશના શહેર મનાલીથી મુંબઈ આવવા રવાના થયેલી કંગના રનૌત મુંબઈ પહોંચે તે પહેલાં મુંબઈ મહાનગરપાલિકાએ – બીએમસીએ કંગનાની બાન્દ્રા , પાલી હિલ ખાતેની ઓફિસની ઈમારતમાં ગેરકાયદે – બિન અધિકૃત બંધકામ કરવામાં આવ્યું હોવાનું જણાવીને ગેરકાનૂની બંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. કંગનાે તેની ઓફિસ આશરે રૂપિયા 48 કરોડના ખર્ચે બનાવી હતી. કંગનાના પ્રોડકશન્સ હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સની આ ઓફિસ હતી. કંગનાએ મુંબઈ પહોંચીને બીએમસીની વિરુધ્ધ મુંબઈ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આથી અદાલતે બંધકામ તોડવાના કાર્ય પર તાત્કાલિક પ્રતિબંધ મૂકીને બીએમસી પાસેથી જવાબ માગ્યો હતો. મુંબઈની હાઈકોર્ટે બીએમસીની કાર્યવાહીની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, બીએમસીની કામગીરી દુર્ભાવના પ્રેરિત હતી. આ કામગીરી નિંદનીય છે. જે રીતે બીએમસી દ્વારા ગેરકાનૂની બંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી એની પાછળનો ઈરાદો , નિયત સારી નહોતી. આ કામમાં બીએમસીની બદનિયત, મેલો ઈરાદો સ્પષ્ટ નજરે પડે છે. 

    હાઈકોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે, અચાનક બીએમસી ઊંઘમાંથી  જાગે છે અને કંગનાને નોટિસ જારી કરે છે, અને તેપણ એસમયે જ્યારે એવ્યક્તિ પોતે રાજ્યની બહાર છે. અમે આ બાબતમાં વિશેષ કશું નથી કરી શકતા પણ, એટલું તો જરૂર કહેવા માગીએ છીએ કે, કંગનાની ઓફિસનું કહેવાતું ગેરકાયદે બાંધકામ જે રીતે તોડી પાડવામાં આવ્યું, એટલી જ ઝડપથી મુંબઈની મહાનગરપાલિકાએ શહેરના અન્ય ગેરકાયદેસર બાંધકામોને તોડવામાં ઝડપ બતાવી હોત તો આજે મુંબઈ સોથી સુંદર અને રળિયામણું શહેર બનીૂ શક્યું હોત…કંગના રનૌતના વકીલ રિજવાન સિદી્કીએ  જણાવ્યું હતું કે, બીએમસી દ્વારા કંગનાને મોકલવામાં આવેલી નોટિસ ગેરકાયદે હતી. બીએમસીના કર્મચારીઓ ગેરકાયદેસર રીતે ઓફિસના સંકુલમાં પ્રવેશ્યા હતા. એ પરથી એ વાત સ્પષ્ટ થાય છેકે, બીએમસીનો પ્લાન અગાઉથી જ ઓફિસને તોડી પાડવાનો હતો.   કંગનાની ઓફિસમાં ઉપરહોક્ત ઘટના બન્યા બાદ મુંબઈમાં રાજકીય ચર્ચાઓ થવા માડી હતી. એનસીપીના અધ્યક્ષ શરદ પવારે ઝમાવ્યું હતું કે, બીએમસીને આવી કાર્યવાહી કરવાની કોઈ જરૂર નહોતી. મંબઈમાં ગેરકાયદે બાંધકામો થાય એ કોઈ નવી બાબત નથી. 

 ઓફિસ તોડી પાડવાની ઘટના બન્યા બાદ પણ અમિતાભ બચ્ચન , શબાના આઝમી, હેમા માલિની , જાવેદ અખ્તર કે અન્ય કોઈ બોલીવુડની નાની મોટી વ્યકિતએ કંગનાને સમર્થન આપ્યું નહોતું. અનુપમ ખેર, વિવેક અગ્નિહોત્રી, અભિનેતા મનોજ જોશી. લેખક પ્રસૂન જોશી જેટલા આગળીને વેઢે ગણાય તેટલા લોકોએ કંગનાનું સમર્થન કર્યું હતું. કંગનાએ ઉપરોકત ઘટના બન્યા બાદ ઉપરાઉપરી પાંચ ટવીટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.તેણે કહ્યું હતું કે, આ ઓફિસ નહોતી, રામ મંદિર હતું, બાબરે આવીને એને તોડી પાડ્યું. ……