કંગના રનૌત કહે છેઃ ભારત વર્ષ મહાભારતના કાળમાં પણ અસ્તિત્વમાં હતો, આપણો ભારત દેશ હજારો વર્ષ પુરાણો છે. એના વિષે ગમે તેવી ટિપ્પણી કરનારા પોતાનો ગમતો અને ગોઠવેલો જવાબ આપે છે.. 

0
1197

 તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન કંગના રનૌતને અભિનેતા સૈફ અલી ખાને ભારતના અસ્તિત્વ વિષે કરેલી ટિપ્પણીનો ઉલ્લેખ કરીને સવાલ પૂછવામાં આવ્યો હતો. ત્યારે કંગનાએ એનો ખરેખર પ્રશંસનીય અને વિચારપ્રેરક જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, પહેલાં ભારત દેશ અસ્તિત્વમાં નહોતો એવું કહેનારાને હું પૂછવા માગુ છું કે, જો ભારત દેશ નહોતો, તો મહાભારત કયાંથી આવ્યું મહાભારત નામ ક્યાંથી આવ્યું. શ્રીકૃષ્ણ સ્વંય મહાભારતના યુધ્ધમાં હાજર હતા- શ્રીકષ્ણને હજારો વષોૅ પહેલાં હતા, મહાભારત પણ હતું એનો અર્થ એ છે કે ભારતવર્ષ પણ ત્યારે હતો. ત્યારે ભારતમાં નાના નાના રાજયો હતા. જુદી જુદી રિયાસતો હતી. એમાં કેટલાક રાજાઓ કૌરવોને સહાય કરવા એમની સાથે હતા, તો કેટલાક પાંડવોની સાથે હતા. આથી પોતાને મનફાવતી વાત ઉપજાવીને ભારત વિષે ટિપ્પણી કરવી યોગ્ય નથી. એમાં તો એવી ટિપ્પણી કરનારાનું માનસ છતું થાય છે.