કંગના રનૌતની મહત્વાકાંક્ષી ફિલ્મ થલાઈવી ટૂંક સમયમાં રિલિઝ થઈ રહી છે….

 

    કંગના રનૌતની આગામી ફિલ્મ થલાઈવીની આજકાલ ફિલ્મ વર્તુળોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાના જીવન પરથી બની રહેલી બાયોપિકમાં કંગના જયલલિતાની ભૂમિકા ભજવે છે. ફિલ્મમાં એમજીઆરની ભૂમિકા સાઉથના જાણીતા અભિનેતા અરવિંદ સ્વામી અદા કરશે. કંગનાએ સદગત જયલલિતાજીની ફિલ્મ થલાઈવીનું ટિઝર રિલિઝ કર્યું હતું. તેમાં કંગનાએ જણાવ્યું હતું કે, જયા અમ્માની 73મી જન્મજયંતી પર તેમની વાર્તા જુઓ..થલાઈવી 23 એપ્રિલ, 2021ના દિને થિયેટરોમાં આવી રહી છે…