કંગના રનૌતની આગામી ફિલ્મ ઈમરજન્સી – ભૂતપૂર્વ વડાપ્રધાન સદગત ઈન્દિરા ગાંધીના જીવન અને દેશમાં 1975ના સમયગાળામાં લદાયેલી કટોકટીની પરિસ્થિતિને રજૂ કરતી કથા …..

 

 કંગના રનૌત નીવડેલાં અભિનેત્રી છે. તેમણે પોતાની  અભિનય ક્ષમતા અનેકવાર પૂરવાર કરી બતાવી છે. કલીન, તનુ વેડસ મનુ તેમજ મધુકર્ણિકા ( ઝાંસીકી રાની લક્ષ્મીબાઈ) , થલાઈવી વગેરે ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કરીને રાષ્ટ્રીય કક્ષાએ અનેક એવોર્ડ હાંસલ કર્યા છે. હવે  તેઓ તેમની આગામી ફિલ્મ ઈમરજન્સીમાં અભિનય અને દિગ્દર્શન – બન્ને જવાબદારી સંભાળી રહ્યા છે. સર્વેશ મેવાડાના નિદેર્શનમાં બની રહલી ફિલ્મ તેજલમાં તેઓ એક એરફોર્સ પાયલોટની ભૂમિકા ભજવી રહ્યા છે. બોલીવુડના નેપોટિઝમ સામે જંગ લડનારાં કંગના તેમના બેધડક અને નીડર વકતવ્યોને કારણે અનેકવાર વિવાદનું  કેન્દ્ર પણ બન્યાં છે. માત્ર પોતાની અભિનય શક્તિ અને ક્ષમતાના બળે પોતાની તેજસ્વી કારકિર્દી રચનારા કંગના રનૌત જેવાં કલાકારો દેશના બુધ્ધિજીવી વર્ગમાં આદરપાત્ર બની રહે છે.