કંગના રનૌતની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ કવીન ઓફ ઝાંસી’નો અત્યારથી ઉગ્ર વિરોધ


સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘પદ્માવત’ પછી હવે કંગના રનૌતની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ કવીન ઓફ ઝાંસી’નો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. સર્વ બ્રાહ્મણ મહાસભાએ આક્ષેપ કર્યો હતો કે આ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈના સંબંધમાં ઐતિહાસિક હકીકતોને તોડીમરોડીને રજૂ કરાઈ છે. આ ફિલ્મના મેકર્સે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મમાં ઐતિહાસિક હકીકતોને વિકૃત રીતે રજૂ કરાઈ નથી કે એમાં કોઈ વાંધાજનક નથી. આ ફિલ્મના નિર્માતા કમલ જૈને કહ્યું કે જવાબદાર ફિલ્મમેકર્સ તરીકે અમે રાણી લક્ષ્મીબાઈના પાત્રને રજૂ કરતી વખતે ખૂબ કાળજી રાખી છે. રાણી લક્ષ્મીબાઈ સ્વાતંત્ર્યસેનાની હતા તેઓ વીરતાનાં પ્રતીક છે. આ ફિલ્મમાં આ વાત રજૂ કરાઈ છે. કંગના રનૌત રાણી લક્ષ્મીબાઈની ભૂમિકામાં છે. આ પ્રેરણાત્મક સ્ટોરી છે જેને પરિવારનો દરેક સભ્ય જોવા ઇચ્છશે.