કંગના કો ગુસ્સા બહોત આતા હૈ.. આલિયા ભટ્ટ, આમિર ખાન , ટવીન્કલ ખન્નાની ટીકા કરતી કંગના કહે છે- મને હેરાન કરનારા કે મારી અવગણના કરનારા દરેકની વાટ લગા દૂંગી…

0
879

 

મૂળ વાત તો આટલી જ છેૃ કંગના રનૌતે જેમાં ઝાંસીની રાણીની મુખ્ય ભૂમિકા ભજવી છે તે ફિલ્મ –  મણિકર્ણિકા- કવીન ઓફ ઝાંસી ફિલ્મને ટિકિટબારી પર નોંઘપાત્ર સફળતા મળી છે. આ ફિલ્મે 100 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. આમ છતાં બોલીવુડમાંથી કોઈ પણ મહત્વના નિર્માતા, નિર્દેશક કે અભિનેતા , અભિનેત્રી કે કસબીએ આ ફિલ્મ વિષે કશી નોંધ લીધી નથી. જાહેરમાં એના વિષે કશી વાત કરી નથી. સ્ત્રી સશકતીકરણના વિષય માટે કંગનાને અભિનંદન આપ્યા નથી કે બિરદાવી નથી. વળી કંગના એવું કહે છે કે, આલિયાની ફિલ્મ રાજી વખતે એણે આલિયાને સપોર્ટ કર્યો હતો. આમિરખાનની દંગલ અને સિક્રેટ સુપર સ્ટારની ટ્રાયલ જોવા માટે એ ખાસ ગઈ હતી. આમછતાં આલિયા ભટ્ટને એની ફિલ્મ જોવાનો સમય મળ્યો નહિ. કારણ કે આલિયા કરણ જોહરનું જ કહ્યું કરે છે. એ પોતે સ્વતંત્ર નિર્ણય લઈ શકવા સમર્થ નથી. એ કરણની કઠપૂતલીની જેમ વર્તે છે વગેરે . પોતાની ફિલમની બોલીવુડ દ્વારા કરવામાં આવેલી ઉપેક્ષાને કારણે કંગના રોષે ભરાઈ છે. એ કહે છે- સબકી વાટ લગા દૂંગી…