ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને ૧૩૦ અબજ ડોલરનું પેકેજ જાહેર કર્યું

 

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરીસને કોરોના વાઇરસના રોગચાળાથી અસરગ્રસ્ત પોતાના દેશના અંદાજે ૬૦ લાખ નાગરિકના વેતનના સંદર્ભે ૧૩૦ અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયામાં કોરોના વાઇરસના ૪,૦૦૦થી વધુ દર્દી છે અને ૧૮ જણે જાન ગુમાવ્યા હતા. તેમણે લોકોને જાહેરમાં બને એટલું ઓછું નીકળવાની, બહુ લોકોને ભેગા નહિ થવાની અને ઘરમાં જ રહેવાની સૂચના આપી હતી