ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એન્ડ્રુર્યુ સાયમન્ડનું અકસ્માતમાં અવસાન

 

ઓસ્ટ્રેલિયાઃ ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એર્ન્ડ્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત દુઃખદ અવસાન થતાં, ચાહકો શોકમાં ડૂબ્યા છે. ૪૬ વર્ષીય ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એર્ન્ડ્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેણે બચાવવાના અનેક કોશિશ કરવામાં આવી હતી, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. પોલીસે જણાવ્યું હતું કે રોડ અકસ્માતમાં તેણે ગંભીર ઈજાઓ થઈ હતી. ક્વિન્સલેન્ડ પોલીસના જણાવ્યું અનુસાર, શહેરથી ૫૦ કિમી પશ્ચિમમાં હર્વે રેન્જમાં રાત્રે લગભગ ૧૦ઃ૩૦ વાગ્યે એક અકસ્માત થયો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર સ્પીડમાં હોવાથી રોડ પર પલટી મારી ગઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સ કારમાં સવાર હતા. અકસ્માત એલિસ રિવર બ્રિજ પાસે થયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ મારફતે એન્ડ્રુ સાયમન્ડ્સને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ એર્ન્ડ્યુ સાયમન્ડ્સને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ સાબિત થયા. ડોક્ટરોએ જણાવ્યું કે અકસ્માતમાં સાયમન્ડ્સને ખુબ જ ગંભીર ઈજાઓ થઈ હતી. તમામ પ્રયાસો છતાં એન્ડ્રુને બચાવી શકાયો ન હતો. ૪૬ વર્ષીય એન્ડ્રુર્યુ સાયમન્ડ્સના મૃત્યુ બાદ તેના ચાહકો નિરાશ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here