ઓસ્ટ્રિયામાં હિમસ્ખલન: આઠ લોકોના મોત

 

ઓસ્ટ્રિયા: આ સપ્તાહના અંતે ઓસ્ટ્રિયામાં હિમસ્ખલનમાં આઠ લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા. પોલીસે જે લોકોએ જીવ ગુમાવ્યા તે લોકોના મૃત્યુની જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વેકેશનના દિવસોમાં ત્યાંની ફરવા લાયક જગ્યા વિયેનામાં સ્કી રિસોર્ટ ઘણા લોકો જતા હોય છે. રિપોર્ટ અનુસાર, ટાયરોલ અને વોરાર્લબર્ગ ક્ષેત્રના અધિકારીઓએ કહ્યું છે કે પવન અને હિમવર્ષાના કારણે  હિમસ્ખલનનું જોખમ વધારે છે. હિમસ્ખલનના એક દિવસ પછી ભારે બરફથી સાત સ્કીઅર્સના પણ જીવ ગુમાવ્યા  હતા. તે લોકોને શોધવા માટે ઓછામાં ઓછા ૨૦૦ લોકો, સાત હેલિકોપ્ટર અને હિમ સ્વાનનો સહારો લઇ બચાવ કામગીરી શ‚ કરવામાં આવી હતી. બચાવ કામગીરી દરમિયાન ચાર લોકો ઘાયલ મળી આવ્યા હતા, અન્ય છ લોકો પાછળથી મળી આવ્યા હતા.