ઓસ્કાર એવોર્ડ સમારંભમાં શ્રીદેવી અને શશી કપૂરને શ્રધ્ધાંજલિ

0
773

તાજેતરમાં આયોજિત ખ્યાતનામ ઓસ્કાર એવોર્ડ સમાંરંભમાં ગત વરસની ફિલ્મોના શ્રેષ્ઠ કલાકાર- કસબીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ ગેરી ઓલ્ડમેનને તેમણે ફિલ્મ ડાર્કેસ્ટ અવરમાં ભજવેલી ઉત્તમ ભૂમિકા માટે એનાયત થયો હતો. શ્રેષ્ટ અભિનેત્રીનો એવોર્ડ પ્રાંસેસ મેકડોરમન્ડને  ફિલ્મ થ્રી બિલ બોર્ડ, આઉટસાઈડ, મિસોરી – માટે અપાયો હતો.

આ પ્રસંગે આયોજકોએ બોલીવુડના પ્રતિભાસંપન્ન અભિનેત્રી સદગત શ્રીદેવી અને પીઢ અભિનેતા શશી કપૂરને પણ તેમના યોગદાનને બિરદાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે, આ  બન્ને કલાકારો એ એમના સુંદર અભિનયથી યાદગાર યોગદાન આપ્યું છે. તેમની ફિલ્મો અને તેમના યોગદાનને સમારંભમાં ગૌરવભેર પેશ કરવામાં આવ્યું હતું.