ઓલ ઈન્ડિયા બ્રાહ્મણ સેવા સંગઠનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પત્રકાર નિતીન ખંભોળજાની વરણી

 

ડાકોરઃ ઓલ ઈન્ડિયા બ્રાહ્મણ  સેવા સંગઠન (ગુજરાત)ને મજબુત બનાવી બ્રાહ્મણ પરિવારોને સંગઠિત કરી વધુ વિસ્તારોમાં વ્યાપ વધારવાના હેતુથી સંગઠનના પ્રદેશ અધ્યક્ષ જે. ડી. ઉપાધ્યાયે (રાજકોટ) વિચારવિમર્શ કરી સંગઠનના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે ‘ગુજરાત ટાઈમ્સ’ના પ્રતિનિધિ, સામાજીક કાર્યકર અને વરિષ્ઠ પત્રકાર નિતીનભાઇ ખંભોળજાની વરણીની જાહેરાત કરી છે.  અગાઉ તેમણે ગુજરાત પત્રકાર સંઘમાં સેક્રેટરી તરીકે તથા ખેડા-આણંદ જિલ્લા પત્રકાર સંઘમાં મંત્રી તરીકે સેવાઓ આપી છે. આ ઉપરાંત ખેડા જિલ્લા બ્રાહ્મણસમાજના સહમંત્રી તરીકે પણ કાર્યરત હતા. તેમની  નિમણૂંકથી ગુજરાત રાજ્ય તથા ખેડામાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે.