ઓલેમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ જિમ્નેસ્ટીક મહિલા ખેલાડી મકૈલા મારોને ઘટસ્ફોટ કર્યો- હું 13 વરસની હતી ત્યારથી જ મારું જાતીય શોષણ થયું છે, અને સારવારના બહાને સેંકડોવાર થઇ રહ્યું છે…

0
836
Reuters

અમેરિકાની ઓલેમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા કસરતબાજ મહિલા ખેલાડીએ એવો ખુલાસો કર્યો હતોકે, યુએસએ જિમ્નાસ્ટીક ટીમના ડોકટર લૈૈરી નસારે ટ્રીટમેન્ટના નામે એનું અનેકવાર યૌન શોષણ કર્યું હતું. કુલ 200 જેટલી મહિલાઓએ તબીબ લૈરી નસાર પર યૌન શોષણનો આરોપ મૂક્યો હતો. જેમાં મકૈલાનો પણ સમાવેશ થાય છે. મકૈલાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 13 વરસની વયે મેડિકલ ટ્રીટમેન્ટને નામે મારી રમત ટીમના ડોકટરે મારું યૌન શોષણ કર્યું હતું. ડોકટરે એને કહયું હતું કે, આ ટ્રીટમેન્ટની વાતને કોઈ નહિ સમજી શકે. તારે ઓલિમ્પક  સ્પર્ધામાં ગોલ્ડમેડલ જીતવો હોય તો આટલું બલિદાન આપવું જ પડશે. 15 વરસની ઉંમરે જયારે એ રમતોત્સવમાં ભાગ લેવા જાપાન ગઈ હતી ત્યારે એને ઊંઘની ગોળીઓ ખવડાનીને બેહોશીમાં એનું યૌન શોષણ કર્યું હતું.

Reuters

 

               મકૈલા મારોને 2012માં યોજાયેલા ઓલિમ્પિક રમતોત્સવમાં સુવર્ણચંંદ્રક અને રજતચંદ્રક પ્રાપ્ત   કર્યો હતો.