ઓલા- ઉબરને કારણે ભારતના ઓટો ઉદ્યોગમાં મંદીનો મોજું : નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

0
819

 

     આજકાલ ભારતમાં વેપારના અનેક ક્ષેત્રોમાં મંદી ફેલાયેલી છે. મંદીને કારણે દેશના ઓટો ઉદ્યોગને બહુજ સહન કરવું પડ્યું છે. ઓટો સેકટરમાં મંદીને કારણે દેશના વાહન- ઉદ્યોગને છેલ્લા 21 વરસોમાં સૌથી ઓછા વેચાણનો સામનો કરવો પડી રહ્યો છે. 1997-98 બાદ ઓગસ્ટ મહિનામાં આ સૌથી ઓછું વેચાણ થયું છે. મોદી સરકારમાં નાણા ખાતું સંભાળતા નિર્મલા સીતારમણે ઉપરોક્ત અભિપ્રાય આપ્યો હતો. તેમનો જણાવ્યા અનુસાર, આજકાલ મોટરકાર ખરીદવાનું મોકૂફ રાખીને ગ્રાહકો ઓલા- ઉબરની સેવાઓનો  ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, આજકાલ મોટરકાર ખરીદવાની જગ્યાએ ભાડૂતી વાહન- સેવા લેવાનું લોકોને વધુ અનુકૂળ લાગી રહ્યું છે. તેમણે ઓટો સેકટરમાં આવી રહેલી મંદીનું કારણે લોકોના માઈન્ડસેટમાં બદલાવ આવ્યો  છે