ઓમ કોમ્યુનિકેશન દ્વારા ‘ગુજરાતના  કલાગુરુ’ શિર્ષક હેઠળ વ્યાખ્યાનનું આયોજન

 

અમદાવાદઃ ઓમ કોમ્યુનિકેશન દ્વારા ૦૧ ઑગસ્ટ ૨૦૨૧, રવિવારના રોજ, સાંજે ૦૫-૩૦ કલાકે, ગોવર્ધન સ્મૃતિમંદિર સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ચિત્રકાર, કલા વિવેચક, પત્રકાર, આત્મકથાલેખક, પ્રવાસલેખક રવિશંકર મહાશંકર રાવળના ૧૩૦-મા જન્મદિનપ્રસંગે ‘ગુજરાતના કલાગુરુ’ શિર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. આત્મકથા ‘ગુજરાતમાં કલાના પગરણ’ વિશે નિસર્ગ આહીરે અને સામયિક ‘કુમાર’ના સંસ્થાપક વિશે પ્રફુલ્લ રાવલે તથા ગુજરાતની ચિત્રકલામાં રવિશંકર રાવળનું પ્રદાન વિશે જાણીતા ચિત્રકાર નટુભાઈ પરીખે વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશ ન. શાહ, વ્રજ મિસ્ત્રી, કિશોર જોશી, અશ્વિન આણદાની, પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’, રાવજી સોંદરવા, ગિરીશ રાવલ, દક્ષા રાવલ, ઈશ્વર પરમાર, ગૌરવ શેઠ, વિગેરે શહેરના જાણીતા ચિત્રકારો, સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.