ઓમ કોમ્યુનિકેશન દ્વારા ૧૩થી ૧૭ માર્ચ ૨૦૨૦ દરમિયાન રા.વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’ ૨૦૨૦નું આયોજન

ઓમ કોમ્યુનિકેશન દ્વારા ૧૩થી ૧૭ માર્ચ ૨૦૨૦ દરમિયાન રા.વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’ ૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત  સંસ્કૃત સાહિત્યકાર ગૌતમ પટેલે સંસ્કૃતસર્જક વિશે ભાસ વિશે વક્તવ્ય આપ્યું. ઉપરાંત યુવા ગાયિકા આરાધના શોધને સંસ્કૃતગ્રંથ સ્વપ્નવાસવદત્તમના અમુક શ્લોકનું ગાન કર્યું હતું. ત્યાર બાદ રવીન્દ્ર ખાંડવાલાએ સંસ્કૃતગ્રંથ સ્વપ્નવાસવદત્તમ વિશે વક્તવ્ય આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સંસ્કૃત ભાષાના સાહિત્યકારો તેમજ સંસ્કૃતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.