નિષ્ણાતો જયારે જયારે્ ઓમિક્રોન નામના નવા વેરીયેન્ટનો ઉલ્લેખ કરે છે ત્યારે એની સંભવિત અસર અંગે દરેકનો અભિપ્રાય અલગ અલગ હોય છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આગામી એક – બે મહિનામાં આવવાની શક્યતા વરતાઈ રહી હોવાનું કહેવામાં આવે છે. આવનારી લહેર નબળી હોવાનું પણ અનુમાન કરવામાં આવે છે. આ દાવા આઈઆઈટીના ડેટા વૈજ્ઞાનિક ગ્રુપે કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, ત્રીજી લહેરમાં એક થી દોઢ લાખ કેસ સામે આવી શકે છે. આ અભ્યાસ ગ્રુપમાં સામેલ ડેટા વૈજ્ઞાનિક મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણના આંકડાઓમાં વધારો થવાનું કારણ એમિક્રોન જ હોઈ શકે છે. નવા વેરીયેન્ટે નવી આશંકાઓ ઊભી કરી છે. જો કે અત્યાર સુધીમાં જોવા મળ્યું છે કે , એમિક્રોનની ઘાતકતા ડેલ્ટા જેટલી નથી. દક્ષિણ આફ્રિકામાં મળેલા કેસોને જોવાની જરૂર છે. જયાં સૌથી વધારે કેસ છતાં હજુ હોસ્પિટલોમાં દાખલ થનારાઓનો દર બહુ ઓછો છે. આગામી દિવસોમાં ત્યાં નવા કેસ તેમજ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવેલા લોકોનો રેશિયો જોઈને સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. અગ્રવાલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં રાત્રિ કરફયુ અને લોકોની ભીડવાળા આયોજનોને રોકવાથી કે તેના પર નિયંત્રણો મૂકવાથી સંક્રમણમાં ઘટાડો થયો હતો. હવે પણ હળવું લોકડાઉન લાગુ કરીને સંક્રમણને નિયંત્રિત કરી શકાય .
પ્રાપ્ત માહિતી અનુસાર, ઓમિક્રોન દુનિયાના અનેક દેશોમાં ફેલાઈ રહ્યો છે. નવા ઓમિક્રોન વેરીયેન્ટ દુનિયાના અનેક દેશોમાં ફેલાી ચૂક્યો છે. તાજેતરમાં ઈંગ્લેન્ડના સ્વાસ્થ્યમંત્રી એ સંસદમાં જણાવ્યું હતું કે, ઓમિક્રોન વેરીયેન્ટ ઈંગ્લેન્ડના અનેક વિસ્તારોમાં ટ્રાન્સફર થઈ ચૂક્યો છે. નવા ડેટા મુજબ, ઈંગ્લેન્ડમાં આ વેરીયેન્ટના કુલ 261 કેસ સામે આવ્યા હતા, જયારે સ્કોટલેન્ડમાં 71 અને વેલ્સમાં 4 કેસ સામે આવ્યા છે. યુકેના સ્વાસ્થ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નવા કેસમાં કેટલાક એવા પણ લોકો છે કે, જેમણે હાલમાં કોઈ વિદેશ પ્રવાસ કર્યો નથી. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ નવો વેરીયેન્ટ કોમ્યુિનટીમાં પ્રસાર કરી ચૂક્યો છે. યુકે દ્વારા નાઈજિરિયાને રેડ લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. નાઈજિરિયાના પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભારતમાં પણ દિલ્હી, અમદાવાદ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં ઓમિક્રોનના કેસ જોવા મળ્યા છે.