ઓમિક્રોન બાદ નવા વેરિયન્ટ માટે તૈયાર રહો: કોરોનાને લઇ વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

 

વિશ્વમાં ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે વૈજ્ઞાનિકોએ વધુ એક ચેતવણી આપી છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ઓમિક્રોન કોરોનાનો છેલ્લો વેરિયન્ટ નહીં હોય. સંક્રમણના કેસ જેટલાં ઝડપથી વધશે તેમ તેમ તેના નવા વેરિયન્ટ આવવાનો ખતરો પણ એટલો જ ઝડપથી વધશે. ધ ટેલીગ્રાફના રિપોર્ટમાં બોસ્ટન યુનિવર્સિટીના મહામારી પર અભ્યાસ કરનારા એક્સપર્ટ લિયોનાર્ડો માર્ટિન્સે અનેક ચોંકાવનારી વાત કરી છે. લિયોનાર્ડોના જણાવ્યા મુજબ, સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, તેની અસર ઓમિક્રોન પર થશે અને આ વાઇરસમાં મ્યૂટેશન પણ થઈ શકે છે.

સરળ ભાષામાં સમજીએ તો ઓમિક્રોન વેરિયન્ટ જાતે જ પોતાનામાં કોઈ ફેરફાર કરશે અને આ બદલાવ બાદ નવો વેરિયન્ટ બની શકે છે જે વધુ ખતરનાક હોઈ શકે છે. લિયોનાર્ડોના મત મુજબ નવેમ્બરમાં ઓમિક્રોન જોવા મળ્યો અને ઝડપથી ફેલાયો. રિસર્ચમાં પુરવાર થયું કે ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન પાંચ ગણી ઝડપથી સંક્રમણ ફેલાવે છે. આપણે માઇથોલોજિકલ રીતે જોઈએ તો કોરોનાને રક્તબિજ નામના રાક્ષસ સાથે સરખાવી શકાય. કેમકે રક્તબિજ નામનો રાક્ષસ હતો. તેને વરદાન હતું કે તેને કોઈ મારશે અને તેનું લાહીનું ટીપું જમીન ઉપર પડશે તો તેમાંથી તે ફરી ઉદ્દભવશે. તેનું લોહી જમીન ઉપર પડે એટલે નવો રાક્ષસ જન્મે. અત્યારે કોરોના એ આધુનિક કાળનો રક્તબિજ રાક્ષસ જ છે.

છેલ્લાં બે વર્ષમાં કોરોનાના સતત નવા નવા વેરિયન્ટસ જોવા મળ્યા છે, આલ્ફા, બીટા, ગામા, કપ્પા, ડેલ્ટા, ડેલ્ટા પ્લસ અને ઓમક્રોનના કહેરને વિશ્વના લોકોએ અનુભવ્યો છે. હજુ પણ વાઇરસના વેરિયન્ટ રોકવાનું નામ નથી લેતા, કે ન તો તેમનો કહેર ઓછો થઈ રહ્યો છે. ભારતમાં હાલ કોરોના મહામારીની ત્રીજી લહેર જોવા મળી રહી છે. ભારતમાં રોજ લગભગ બે લાખ જેટલાં કેસ નોંધાઈ રહ્યાં છે, જ્યારે વિશ્વમાં રોજ 25 લાખથી વધુ કેસ અને હજારો લોકોના મોત થઈ રહ્યાં છે. શું યુરોપ, અમેરિકા, ભારત, ચીન પાકિસ્તાન તમામ દેશ કોરોનાના નવા વેરિયન્ટથી ત્રસ્ત છે. દુનિયાના મોટા ભાગના દેશ વેક્સિનેશનમાં ગતિ લાવી રહ્યાં છે, પરંતુ સ્થિતિ બેકાબૂ જ છે.

લિયોનાર્ડો કહે છે કે, ઓમિક્રોનનું સંક્રમણ તે લોકોમાં પણ જોવા મળે છે જેઓએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. ઓમિક્રોનના વધતા કેસને લઈને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના મહામારી વિશેષજ્ઞ ડો. સ્ટુઅર્ટ કેમ્પબેલે પણ જણાવ્યું કે, ‘જો સંક્રમણના કેસ સતત વધતા રહ્યા અને લાંબા સમય સુધી આ સિલસિલો યથાવત રહ્યો તો નવા નવા વેરિયન્ટ આવતા જ જશે.’

સૌથી પહેલાં ઓમિક્રોનની ઓળખ કરનારા ડો. એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું કે, ‘ડેલ્ટા અને ઓમિક્રોન પોતાને મ્યૂટેટ કરશે તો સ્થિતિ વધુ બિહામણી બનશે. એક વાત એ પણ છે જે વધુ પરેશાન કરનારી છે અને તે છે મહામારીમાં વાઇરસના સંક્રમણના દર્દીઓને અપાતી એન્ટીબાયોટિક્સ. આ રીતે સંક્રમણ વચ્ચે એન્ટીબાયોટિક્સનો ગેરઉપયોગ કરવો તે બેક્ટેરિયલ મહામારી તરફ લઈ જાય છે અને તેમાં મોત પણ થઈ શકે છે. ઓમિક્રોનથી લોકો સંક્રમિત થઈ રહ્યાં છે તો સામે સ્વસ્થ પણ થઈ રહ્યાં છે. તેમના મત પ્રમાણે વાઇરસના પોઝિટિવિટી રેટનો અભ્યાસ કરવાને બદલે તે જોવો કે આ વાઇરસથી સંક્રમિત કેટલા લોકોને ત્ઘ્શ્માં એડમિટ કરવાની જરૂર પડી. વિશ્વભરમાં કેટલા લોકો મોતને ભેટ્યા. તેમના મત પ્રમાણે જેઓએ વેક્સિન નથી લીધી કે પહેલેથી જ ગંભીર બીમારીના શિકાર છે તેઓને ખતરો વધુ છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે મહામારીનો અંત નજીકના ભવિષ્યમાં તો નથી જોવા મળતો. કોરોના વાઇરસના નવા-નવા વેરિયન્ટ તો આવતા જ રહેશે. બની શકે છે કે ભવિષ્યમાં વાઇરસ નવા સ્વરૂપ અને નવી તાકાત સાથે સામે આવી શકે છે અને વિશ્ર્વ સમક્ષ મહામારીના નવા નવા પડકારો ઊભા કરતા રહેશે. એવામાં વેક્સિનેશનથી જ લોકોના શરીરમાં ઈમ્યૂનિટી વધારીને આ વાઇરસ સામે લડવાની ક્ષમતા મજબૂત કરી શકાય છે. ષ્ણ્બ્ના જણાવ્યા મુજબ હાલ વિશ્વભરમાં 21 કંપનીઓની કોરોના વેક્સિન લગાડવામાં આવી રહી છે. વેક્સિનેશન હાલ લગભગ વિશ્વના દરેક દેશમાં ચાલી રહ્યું છે. વિશ્વના લોકોની આશા હવે તે 333 કોરોના વેક્સિન પાસે છે જે અલગ-અલગ દેશમાં ટ્રાયલ અને પ્રી-ટ્રાયલ ફેઝમાં છે. તેમાંથી કેટલીક વેક્સિનને ટૂંક સમયમાં જ મંજૂરી મળી શકે છે. હાલ તો ઈન્જેક્શનની મદદથી કોરોનાની વેક્સિન આપવામાં આવે છે પરંતુ આવનારા સમયમાં નેઝલ અને ઓરલ વેક્સિન પણ વિકસિત થવાની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here