ઓપ્ટિકલ ફાઇબર કેબલ વડે ચેન્નાઇ અને પોર્ટ બ્લેર જોડાયા

 

નવી દિલ્હીઃ દેશના દરિયા પાર બે શહેરો સોમવારે ઓપ્ટિકલ ફાઇબર વડે જોડાયા હતા. તમિલનાડુના ચેન્નાઇ અને આંદામાન નિકોબાર ટાપુના પોર્ટ બ્લેરને સમુદ્ર નીચેથી પસાર થતા ઓપ્ટિકલ ફાઇબર કેબલ વડે જોડવામાં આવ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્ ઇ-પોર્ટબ્લેરને જોડતા સબમરીન ઓપ્ટિકલ કેબલ (બ્જ્ઘ્)નું વીડિયો કોન્ફરન્સીંગ વડે ઉદ્ઘાટન કર્યું હતું.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આંદામાન નિકોબારના લોકોને કેબલ નેટવર્ક દ્વારા દેશના તમામ નાગરિકોની જેમ ઓનલાઇન શિક્ષણ, શ્રેષ્ઠ ઇન્ટરનેટ સહિત તમામ ડિજિટલ લાભ મળશે. આંદામાન નિકોબાર ટાપુ સમૂહના તમામ ટાપુમાં બહેતર સંપર્ક સુવિધા સહિત પાયારૂપ માળખાને મજબૂત કરવાનું કામ ચાલુ છે અને આગામી સમયમાં આંદામાન નિકોબાર પોર્ટ સાથે જોડાયેલી ગતિવિધિઓના વિકાસના કેન્દ્ર તરીકે વિકસીત થવાનું છે. આંદામાન નિકોબાર દુનિયાના ઘણાં પોર્ટ સાથે સ્પર્ધા કરવાની નજીક પહોંચ્યું છે. આંદામાન નિકોબારમાં આજે જેટલી પણ આધુનિક માળખાગત સુવિધાઓ તૈયાર થઇ રહી છે તે દરિયાઇ ક્ષેત્ર સાથે જોડાયેલા અર્થતંત્રને નવો વેગ આપશે એવું મોદીએ પોતાના સંબોંધનમાં કહ્યું હતું.

સબમરિન બ્જ્ઘ્ લિન્ક ચેન્નાઇ અને પોર્ટ બ્લેરની વચ્ચે ૨હૃ૨૦૦ ગીગાબાઇટ્સ પ્રતિ સેકન્ડ તેમજ પોર્ટ બ્લેર અને અન્ય ટાપુ વચ્ચે ૨હૃ૧૦૦ ઞ્ણુષ્ટસ્ર્ની બેન્ડવિથ વહેંચશે. આ ટાપુઓ પર વિશ્વસનીય, મજબૂત અને હાઇસ્પીડ દૂર સંચાર સેવા અને બ્રોડબેન્ડ સુવિધાઓની જોગવાઇ વપરાશકારોના દષ્ટિકોણની સાથોસાથ વ્યુહાત્મક અને શાસનની દષ્ટિએ એક ઐતિહાસિક સિદ્ધિ બનશે. દૂરસંચાર અને બ્રોડબેન્ડ કનેક્ટીવીટીથી ટાપુઓ પર પર્યટન અને રોજગાર સર્જનને ઉત્તેજન મળશે, અર્થતંત્રને ગતિ મળશે અને જીવન સ્તરમાં પણ વધારો થશે.