ઓડિસામાં પેટા ચૂંટણીમાં ક્રોગ્રેસ અને ભાજપનો પરાજયઃ નવીન પટનાયકના જનતાદળનો વિજય

0
54
IANS

ઓડિસામાં બીજેપુર  વિધાનસભાની પેટાચૂંટણીમાં જનતાદળના ઉમેદવાર રીતી રાની સાહુનો વિજય થયો હતો. જયારે ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારોએ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. રીતા રાની સાહુએ આશરે 42 હજાર મતની સરસાઈથી વિજય હાંસલ કર્યો હતો. છેલ્લા 17 વરસોથી ઓડિસામાં જનતાદળની સરકાર છે. ભાજપદ્વારા આ પેટા ચૂંટણી માટે ખૂબ પ્રચાર કરવામાં આવ્યો હોવા છતાં તેને પરાજય મળ્યો હતો. આગામી 2019ની ચૂંટણીમાં ભાજપની આકરી કસોટી થશે એવું માનવામાં આવી રહ્યું છે.