ઓડિશામાં ત્રાટકયું મહા ભયાનક તાેફાની વાવાઝોડું – લાખો લોકોએ સ્થળાંતર કર્યું .. વાવાઝોડાને કારણે ઓડિશાનું સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત – લોકો ભયભીત, ઓડિશા, આંદ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ- ત્રણે રાજ્યાે તોફાનથી પ્રભાવિત …

0
1434

 

Photo: Reuters

આજે સવારે ઓડિશામાં ભયાનક વાવાઝોડુ ત્રાટકતા ભારે નુકસાન અને અરાજકતા વ્યાપી હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. કલકતા વિમાની મથક તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે. જયારે ઓડિશામાં  બસ- પરિવહન , રેલવે તેમજ હવાઈમાર્ગ તાત્કાલિક બંધ કરાયા છે. આ વાવાઝોડાની અસર બિહાર અને ઉત્તરપ્રદેશમાં પણ થવાની શક્યતા છે. કેન્દ્ર સરકારે ઓડિશાને માટે તાત્કાલિક રૂપિયા 1,000 કરોડની સહાય રાહત જાહેર કરી છે. 200 કિમિ.ની ઝડપે ફુંકાયેલા ભયાનક પવન અને વરસાદને કારણે વીજળી-સંચાર અને પાણીનો પુરવઠો ઠપ્પ થઈ ગયો છે. વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો અને વીજળીના થંભલાઓ જમીનદોસ્ત થઈ ગયા હતા. ઓડિશાના 14 જેટલા જિલ્લાઓમાં વાવાઝોડાની ભારે અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. કેન્દ્ર અને રાજસરકારના વહીવટીતંત્રે અગમચેતી દાખવીને વેળાસર તોફાનનો મુકાબલો કરવાની તૈયારીઓ કરી હોવાને કારણે કસી જાનહાનિ થઈ નહોતી, અને 11લાખથી વધુ લોકોને સલામતીથી અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. પર્યટકોને સલામત સ્થળે લઈ જવા માટે પુરીથી હાવડા અને શાલીમાર વચ્ચે ત્રણ વિશેષ ટ્રેનો ચલાવવામાં  આવી છે. આજે સવારે પુિરીના કિનારે તાેફાની વાવાઝોઢું ધસમસતું આવી પહોંચ્યું હતું. તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પશ્ચિમ બંગાળ અને આંધ્રમાં પણ ભારે વરસાદ શરૂ થયો હતો. વાવાઝોડાને કારણે ભુવનેશ્વર એરપોર્ટ બંધ કરી દેવાયું હતું. શાળા- કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. ઓડિશા આવતી 200 જેટલી ટ્રેનોને રદ કરી દેવામાં આવી હતી. આડિશા પરથી પસાર થઈ ગયાપછી વાવઝોડું ફાની પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે. ભીષણ પવન અને વરસાદને કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયાં હતાં. કાચા મકાનો તૂટી પડ્યા હતા.

કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે , તેમજ લોકોની સલામતી માટે ભારતીય લશ્કરની ત્રણે પાંખો અને નેશનલ ડિઝાસ્ટર માટે સહાય કરનારી 81 રાહત ટીમેા સજ્જ છે. આ વાવાઝોડું 5થી6 કલાક તબાહી મચાવ્યા બાદ ધીમે ધીમે શાંત પડશે એમ અધિકૃત અધિકારીઓએ જણાવ્યું હતું. કલકતાનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવતાખૂબ  અવ્યવસ્થા મચી જવા પામી હતી. આજે શુક્રવારે તમામ જાહેર સંસ્થાઓ, શૈક્ષણિક , વ્યાપારિક અને સામાજિક સંસ્થાઓ , દુકાનો તેમજ તમામ બજારો બંધ રાખવામાં ઐઆવ્યા હતા.

ચક્રવાતી તોફાન- વાવાઝોડું ફાની ત્રાટકયા બાદ ઓડિશામાં ભારે નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. હવામાન અને ગૃહ- મંત્રાલય દ્વારા ઝમાવવામાં આવ્યું હતું કે, જોખમ હજી ટળ્યું નથી. હજી પરિસ્થિતિ જોખમી છે. વાવાઝો઼ડું નબળું પડયાના અહેવાલ મોડેથી પ્રાપ્ત થયા હતા.