ઓડિશાનું જગન્નાથ પુરી દેશનું પ્રથમ શહેર છે, જયાં દરેક ધરમાં 24 કલાક પીવાનું પાણી ઉપલબ્ધ છે.. 

 

   જગન્નાથ પુરી હિંદુઓનું યાત્રાધામ છે. ચારધામની યાત્રામાં એનું ખાસ મહત્વ છે. આ યાત્રાધામ પુરીની વસ્તી અઢી લાખ લોકોની છે. અઢી લાખની જનસંખ્યા ધરાવતા આ શહેરમાં 32 હજારથી વધુ નળના કનેકશન છે. આ શહેરની મુલાકાતે આવનારા પ્રવાસીઓ માટે પણ પીવાની શુધ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ છે. 

   પુરીમાં ઠેર ઠેર અલગ અલગ સ્થળો પર પીવાના પાણીના નળ અને ફુવારા મૂકવામાં આવ્યા છે. જેથી પ્રવાસીઓએ પીવાના પાણીની બોટલ ના ખરીદવી પડે. આથી પુરીમાં દર વરસે થતી 3 કરોડ પ્લાસ્ટિકની બોટલ નો વપરાશ બંધ થસે. જેને કારણે 400 મેટ્રિક ટન કચરો નહિ થાય.

    ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના જણાવ્યા અનુસાર, પુરીમાં આ પીવાના પાણી બાબત સુવિધા કરાતા હવે પુરી પળ દુનિયાના જાણીતા  શહેરો  ન્યુ યોર્ક, લંડન, સિંગાપુર અને ટોકિયોની હરોળમાં આવી ગયું છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી વર્ષ 2022ના માર્ચ મહિના સુધીમાં તો રાજ્યના અન્ય શહોરોને પણ આ સુવિધા મળી જશે. કુલ રાજ્યના 15 શહેરના 40 લાખ જેટલા લોકોને આ સગવડ મળશે. રાજ્ય સરકાર સુજલ મિશન પર આશરે 1300 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

     પુરીમાં રોજના  3.8 કરોડ લીટર પાણીનો વપરાશ થાય છે. અહીંયા 4.2 કરોડ લીટર પ્રતિદિનની ક્ષમતા ધરાવતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની યોજના કરાઈ છે. પાણીની ગુણવત્તા અને એના પ્રેશરમાં કમી થવાની ફરિયાદો નોંધવા માટે એક કોલ સેન્ટર પણ ચાલુ કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર પાણીની ગુણવત્તા નો લાઈવ ડેટા સ્ક્રીન પર જોવા મળશે.