ઓડિટરો શું કરી રહ્યા હતા ? બેન્કમાં થી રહેલી ગરબડ ના પકડી શકતા હોવ તો આત્મ- નિરિક્ષણ કરો..- અરુણ જેટલીનો ઠપકો

0
792

નવી દિલ્હી ખાતે એક વ્યાવસાયિક બેઠકને સંબોધતા નાણાંપ્રધાન જેટલીએ પીએન બી કૌભાંઢના આરોપીઓ અને સંબંધિત બેન્કના વહીવટીતંત્ર તેમજ અધિકારીઓને સખત શબ્દોમાં ઠપકો આપ્યો હતો. ઓડિટરો, બેન્કનું મેનેજમેન્ટ તેમજ મોનિટિરંગ કરતી એજન્સીઓની ભૂમિક અને કામગીરી બાબત સવાલો  પૂછ્યા હતા. તેમણે કહ્યું હતું કે, બેન્કના કામકાજનું ઓડિટિંગ કરનારા ઓડિટરો આ ગોટાળે કેમ પકડી ના શક્યા, શું તેઓ તેમની ફરજ ખરેખરી નિષ્ઠાથી, વફાદારીથી નિભાવે છે ખરા? બેન્કનું વહીવટીતંત્ર  તેમજ તેના કાૈમકૈાજનું મોનિટરિંગ કરનારી એજન્સીઓ, સુપરવાઈઝરો સહુએ આ અંગે પોતાની જવાબદારીનો સ્વીકાર કરીને આત્મ- નિરીક્ષણ કરવાની જરીર છૈે. અત્યંત તીખા શબ્દોમાં જેટલીએ કહયું હતું કે, અગર આપ લોગ ગરબડી નહી પકડ સકતે , તો અપની અંદર ઝાંકો.

તેમણે કોઈ પણ બેન્કના નામનો ઉલ્લેખ કર્યા સિવાય કહયું હતું કે, જયારે મેનેજમેન્ટને અધિકારઓ આપવામાં આવે છે ત્યારે તેમની પાશેથી એવી અપેક્ષા પણ રાખવામાં આવતી હોય છેકે તેઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે પ્રભાવીપણે નિભાવે. પમ હકીકત તો એ છેકે બેન્કનું વહીવટીતંત્ર પોતાની કામગીરી યોગ્ય રીતે બજાવી શક્યું નથી. તેઓ એ જાણવામાં નિષ્ફળ રહ્યા છેકે એમની વચ્ચે રહીને કઈ વ્યક્તિઓ આપ્રકારના કૌભાંડને સાથ- સહકાર આપી રહી છે…

આ દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એવી જાહેરાત કરી હતી કે, તેણે ઓગસ્ટ 2016પછી બધી બેન્કોને  ત્રણ વાર ચેતવણી આપી હતી કે, સ્વિફટ નેટવર્કનો ગેર ઉપયોગ થઈ શકે છે.

  મંગળવારે 20મી ફેબ્રુઆરીના ફાયર સ્ટાર ઈન્ટરનેશનલ ગ્રુપના પ્રેસિડેન્ટ વિપુલ અંબાણીની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.