ઓક્ટોબર 2018નું વિઝા બુલેટિન

નાણાકીય વર્ષ 2019 શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે નવા વર્ષે વિઝાની સંખ્યામાં વધારો થવાનો છે. વિવિધ કેટેગરીમાં ફાઇનલ એક્શન ડેટ માટે રિકવરી થવાની પણ શક્યતા રહેલી છે. ઓક્ટોબર 2018ના વિઝા બુલેટિનમાં પણ કોઈ અપવાદ નથી. યુએસસીઆઇએસે 14મી સપ્ટેમ્બર, 2018ના રોજ જાહેરાત કરી હતી કે તે બન્ને પરિવાર આધારિત અને રોજગાર આધારિત કેસો માટે ડેટ્સ ઓફ ફાઈલિંગ ચાર્ટ પર આધારિત એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ અરજીઓ સ્વીકારશે.
પરિવાર આધારિત વિવિધ પ્રેફરન્સ કેટેગરીઓઃ પરિવાર આધારિત મોટા ભાગના કેસો વિવિધ દૂતાવાસો-કોન્સ્યુલેટોમાં પ્રક્રિયામાં છે, ત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ આશા રાખે છે કે પરિવાર આધારિત વિઝાની માગ સારી છે, જે ફાઇનલ એક્શન ડેટ્સમાં નાટ્યાત્મક હિલચાલને દૂર રાખે છે. આ કેટેગરી મેક્સિકો સિવાય તમામ કેટેગરીમાં એડવાન્સ અને સ્થિર છે. ચીન તરફથી માગમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, જ્યારે ગત વર્ષ કરતાં ભારતની માગમાં વધારો થયો છે.
રોજગાર આધારિત વિવિધ પ્રેફરન્સ કેટેગરીઓઃ ઇબી-1. ઓક્ટોબર માટે ઇબી-1 વર્લ્ડવાઇડ ચીન અને ભારત સિવાયના તમામ દેશોમાં પહેલી એપ્રિલ, 2018થી દસ માસ એડવાન્સ રહેશે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટને આશા છે કે ઇબી-1 વર્લ્ડવાઇડ ફાઇનલ એક્શન ડેટ ચાલુ કેલેન્ડર વર્ષના અંત અગાઉ એડવાન્સ રહેશે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ જાન્યુઆરી, 2019 અગાઉ ઇબી-1 ચીન અને ઇબી-1 ભારત કેટેગરીમાં કોઈ હિલચાલ થવાની ધારણા રાખતું નથી.
ઇબી-2 અને ઇબી-3 વર્લ્ડવાઇડઃ અગાઉની ધારણા મુજબ ઇબી-2 અને ઇબી-3 વર્લ્ડવાઇડ ઓક્ટોબરમાં ‘કરન્ટ’ તરીકે પરત આવશે અને આગામી નજીકના ભાવિમાં પણ ‘કરન્ટ’ રહેશે.
ઇબી-2 ચીન અને ઇબી-3 ચીનઃ જ્યારે ઇબી-2 ચીન કેટેગરી ઓક્ટોબરમાં પહેલી એપ્રિલ, 2015ના રોજ રિકવર થશે, પરંતુ ઇબી-3 ચીન ફાઇનલ એક્શન ડેટ કરતાં આગળ જઈ શકશે નહિ. ઇબી-3 ચીન કેટેગરી ધારણા કરતાં વધારે ઝડપથી એડવાન્સ રહેશે.
ઇબી-2 ઇન્ડિયા અને ઇબી-3 ઇન્ડિયાઃ ઇબી-2 ઇન્ડિયા ઓક્ટોબરમાં 26મી માર્ચ, 2009ના રોજ એડવાન્સ રહેશે, જ્યારે ઇબી-3 કેટેગરી પહેલી જાન્યુઆરી, 2009માં ત્રણ માસથી ઓછા સમયગાળા માટે પાછળ રહેશે.
ઇબી-3 ફિલિપાઇન્સ અને ફિલિપાઇન્સના અન્ય કર્મચારીઓઃ ધારણા પ્રમાણે ઇબી-3 ફિલિપાઇન્સ અને ફિલિપાઇન્સના અન્ય કામદારો ઓક્ટોબરમાં પહેલી જૂન, 2017માં રિકવર થશે.
ઇબી-4. ધારણા મુજબ, ઇબી-4 મેક્સિકો જૂન વિઝા બુલેટિનમાં 22મી ઓક્ટોબર 2016ના રોજ સંપૂર્ણ રિકવર થશે.
ઇબી-4 ઇન્ડિયાઃ ધારણા મુજબ આ કેટેગરીમાં ફરીથી ફાઇનલ એક્શન ડેટને આધીન રહેશે.
ઇબી-5 નોન-રીજનલ સેન્ટર ચીન અને વિયેતનામ માટે 15મી ઓગસ્ટ 204 અને ઓકટોબરમાં પહેલી જાન્યુઆરી 2016 તરીકે એડવાન્સ રહેશે.
ઇબી-5 ચીનઃ વધારે માગના કારણે, નાણાકીય વર્ષ દરમિયાન આ કેટેગરીમાં વધારે હિલચાલ જોવા મળશે નહિ.
બે વિઝા કેટેગરીની મુદત પૂર્ણઃ કોંગ્રેસ દ્વારા ફરીથી માન્યતા નહિ મળે ત્યાં સુધી ઇબી-4 ધાર્મિક કર્મચારીઓ અને ઇબી-5 કેટેગરીઓ 30મી સપ્ટેમ્બર, 2018 પછી અપ્રાપ્ય બનશે.
સવાલઃ જુલાઈ, 2018નો યુએસસીઆઇએસ ડેટા નિર્દેશ કરે છે કે ઇબી-3 ઇન્ડિયા માટે ફક્ત 473 પેન્ડિંગ અરજીઓ છે. ઇબી-3 ચીનના કેસોની સંખ્યા 161 છે. પેન્ડિંગ ડિમાન્ડ વિશે યુએસસીઆઇએસ તરફથી ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટને મળેલી માહિતી આ સંખ્યા આંતરી શકે છે?
પ્રતિભાવઃ યુએસસીઆઇએસના આંકડા મુજબ, આ સવાલ યુએસસીઆઇએસને આધીન હોય છે. નવા કેસો નેશનલ બેનેફિટ્સ સેન્ટર વાયા ફિલ્ડ ઓફિસરોને મોકલાય છે.
સવાલઃ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ એ દર્શાવી શકે કે શા માટે વિવિધ દેશો માટે ફાઇનલ એક્શન ડેટ્સ ઘણી વાર સમાન હોય છે?
પ્રતિભાવઃ પ્રતિ દેશ અથવા કેટેગરી માટે માન્ય અરજીકર્તાઓની સંખ્યા વધારે હોય છે ત્યારે ચોક્કસ માસ માટે સંખ્યા ઉપલબ્ધ હોય છે. ભારત અને ચીનને ફાળવાયેલી પ્રેફરન્સ કેટેગરી 250 હોય અને દરેક દેશની માગ 500 હોય, તો ફાઇનલ એક્શન ડેટ મુજબ 250 સંખ્યા ફાળવાશે.