ઓએફબીજેપી બે એરિયા સેન્ટર દ્વારા કોન્સલ વેંકટ રમણાજીનો વિદાય સમારંભ

0
894

ફ્રીમોન્ટ (કેલિફોર્નિયા)ઃ ઇન્ડિયન કોન્સ્યુલેટ જનરલ સાન ફ્રાન્સિસ્કો અમેરિકાની ઓફિસમાં કોન્સલ (કોમ્યુનિટી અફેર્સ) તરીકે ફરજ બજાવતા વેંકટ રમણાજીની ભારત બદલી થઈ છે. તેમનો વિદાય સમારંભ મિલપિટાસના પિસ્તા હાઉસના બેન્ક્વેટ હોલમાં ઓએફબીજેપી દ્વારા યોજાયો હતો. આ પ્રસંગે સેન્ટરના મુખ્ય કન્વીનર ચંદુજી ભાંભરાજીએ આવકાર પ્રવચન કર્યું હતું.


ત્યાર પછી ભારતનાં દરેક રાજ્યોમાંથી ઉપસ્થિત સૌએ રમણાજીનું ફૂલહારથી સન્માન કર્યું હતું. રમણાજીએ આ વિસ્તારની દરેક સંસ્થાઓએ આપેલા સાથસહકાર બદલ અને તેમની લોકપ્રિયતાનાં વખાણ કર્યાં હતાં, જેમાં ડો. જાફરાજી, ગૌરવ પટવર્ધન, રાજેશ વર્મા, યોગીજી, અશોક ભટ્ટ, સી. બી. પટેલ, રાકેશ (કેરળ), સત્ય કાલરા, શરદ અને પ્રજ્ઞા દાદભાવાલા વગેરેએ પ્રાસંગીક પ્રવચનોમાં રમણાજીના કાર્યને બિરદાવ્યું હતું. ભારતમાં પણ તેમની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.
(ફોટો અને માહિતીસૌજન્યઃ સી. બી. પટેલ, ફ્રીમોન્ટ)