ઑસ્કાર એવોર્ડ્સ નોમાડલેન્ડ સર્વશ્રેષ્ઠ ફિલ્મ, એન્થોની હોપક્નિસ બેસ્ટ એક્ટર

 

લોસ એન્જેલસઃ ૯૩માં અકાદમી એવોર્ડ્સમાં નોમેડલેન્ડને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે ઑસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આજ ફિલ્મના ડિરેકટર ક્લો ઝાઓને સર્વશ્રેષ્ઠ ડિરેકટર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ જ ફિલ્મ માટે ફ્રાન્સીસ મેકડોર્માન્ડ બેસ્ટ એસ્ટ્રેસ એવોર્ડ જીત્યા છે. મેકડોર્માન્ડનો ફાર્ગો અને થ્રી બીલબોર્ડ્સ આઉટસાઈડ એબિંગ મિસૂરી પછી આ ત્રીજો એવોર્ડ મળ્યો છે.

પીઢ અભિનેતા એન્થની હોપિક્નસને ધ ફાધર ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. હોપક્નિસે ઓસ્કાર એવોર્ડ સમારંભમાં હાજરી આપી ન હતી.

ભારતીય અભિનેતા ઈરફાન ખાન અને કોસ્ચ્યૂમ ડિઝાઈનર ભાનુ અથૈયાને ઈન મેમોરિયમ સેગમેન્ટમાં સન્માન આપવામાં આાવ્યું હતું.

ગત એક વર્ષમાં દુનિયામાંથી એક્ઝિટ કરી ગયેલા ઈરફાન ખાન, ભાનુ અથૈયા, ચાડવિક બોઝમેન, સીન કોનોરી, ક્રિસ્ટોફર પ્લમર, ઓલિવિયા હેવિલેન્ડ, કર્ક ડગ્લાસ, જ્યોર્જ સેગલ, ડિરેકટર કોમ-કી-ડક, મેક્સ વોન, લિડો વિગેરેને અંજલિ આપવામાં આવી હતી.

ભારતીય ફિલ્મ નિર્માત્રી સ્વાતિ થ્યાગરાજનની માઈ ઓક્ટોપસ ટીચરને બેસ્ટ ડોક્યુમેન્ટરી જાહેર કરવામાં આવી હતી. થ્યાગરાજન આ ડોક્યુમેન્ટરીના એસોસિયેટ પ્રોડ્યુસર અને પ્રોડ્કશન મેનેજર તરીકે સંકળાયેલા હતા.

ચીનથી કિશોર વયે અમેરિકા આવેલા બેસ્ટ ડિરેક્ટર કલો ઝાઓએ પોતાની સ્પીચમાં કહ્યું કે વિકટ સંજોગામાં પણ ખુદની અંદર સારા ગુણો જાળવી રાખવા ભરોસો અને હિંમત ધરાવે છે અને અન્યોમાં પણ સારા ગુણો છે તેવું માનનારાઓ માટે આ એવોર્ડ છે. હું વિશ્વમાં જ્યાં પણ ગઈ હતી ત્યાં મને લોકોમાં સદ્ગુણો જ નજર આવ્યા છે. ડેનિયલ કાલુયાને જ્યુડાસ એન્ડ ધ બ્લેક મસિહા માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ખિતાબ જીત્યા છે.