ઐશ્વર્યા રાય સોશિયલ મીડીયા ઇન્સ્ટાગ્રામમાં


બોલીવુડના કલાકારો સોશિયલ મીડીયામાં પોતાની તસવીરો અવારનવાર અપલોડ કરતા રહે છે. લાંબા સમય સુધી સોશિયલ મીડીયાથી અંતર જાળવનાર અભિનેત્રી ઐશ્વર્યા રાય સોશિયલ મીડીયામાં સત્તાવાર એન્ટ્રી કરી છે. 44 વર્ષની ઐશ્વર્યા ઇન્સ્ટાગ્રામ પર એકટીવ થઇ છે અને કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર કેટવોક કરતા અગાઉ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ડ શરૂ કર્યું છે. ઐશ્વર્યાએ પોતાની દીકરી આરાધ્યા સાથેનો જૂનો ફોટો પોસ્ટ કર્યો છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સોશિયલ મીડીયામાં એકિટવ છે પરંતુ ઐશ્વર્યા સોશિયલ મીડીયામાં આવવા માગતી નહોતી. એશની ટીમે જાહેર કરેલી અખબારી યાદી મુજબ, ‘ઐશ્વર્યાને હંમેશા તેની પર્સનલ લાઇફની બાબતો જાહેર કરવી ગમતી નથી. સોશિયલ મીડીયામાં ઐશ્વર્યાની હાજરી તેના ચાહકોનો આભાર માનવાની રીત છે. ઐશ્વર્યા ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ રહેશે, પરંતુ ફેસબુક કે ટવીટર પર તેનું કોઇ એકાઉન્ટ નથી.