ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ‘ફન્ને ખાં’માં બનશે ‘ઇન્ડિયન મેડોના’

ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં રાકેશ ઓમપ્રકાશ મહેરા, અનિલ કપૂર અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત ફિલ્મ ‘ફન્ને ખાં’માં ‘ઇન્ડિયન મેડોના’ બનશે.
ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની કારકિર્દીના સૌથી મોટા ગીત માટે શૂટિંગ કરશે. આ ગીતમાં ઐશ્વર્યાને ‘ઇન્ડિયન મેડોના’ તરીકે રજૂ કરાશે. આ ગીતની કોરિયોગ્રાફી એવોર્ડવિજેતા ડાન્સર અને ક્રિયેટિવ ડિરેક્ટર ફ્રેન્ક ગેટસન જુનિયરે કરી છે.
ડેબ્યુટન્ટ ડિરેક્ટર અતુલ માંજરેકર કહે છે કે આ ફિલ્મમાં ઐશ્વર્યા સૌથી મોટી પોપ આઇકનની ભૂમિકામાં છે, જેનું કેરેક્ટર ફેબ્યુલસ ડાન્સર-સિંગરનું છે અને તે યુવાપેઢીમાં લોકપ્રિય છે અને તે ગ્લોબલ સ્ટેજ પર પરફોર્મ કરે છે. ફિલ્મમાં અનિલ કપૂર, રાજકુમાર રાવ, દિવ્યા દત્તા પણ છે.