ઐશ્વર્યા રાય બચ્ચન અને એમની પુત્રી આરાધ્યાને નાણાવટી હોસ્પિટલમાંથી ઘરે જવાની રજા મળી ગઈ… 

 

 બોલીવુડના  જ નહિ, પણ દેશના સાંસ્કૃતિક ક્ષેત્રના ટોચના પરિવારોમાં બચ્ચન પરિવારની ગણના થાય છે. તાજેતરમાં મહાનાયક અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા કોરોના પોઝિટિ્વ થયા હોવાને લીધે નાણાવટી હોસ્પિટલમાં (મુંબઈ) સારવાર માટે ઓડમિટ કરવામાં આવ્યા હતા. બે સપ્તાહ બાદ પણ હજી અમિતજી અને અભિષેકને ઘરે જવાની પરવાનગી નથી મળી. પરંતુ ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા હવે કોરોના મુક્ત થઈને પોતાના ઘરે ગયા હોવાના સમાચાર આધારભૂત સૂત્રોએ આપ્યા હતા. આશા રાખીએ કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન જલ્દીથી સાજા – સ્વસ્થ થઈને ઘરે પાછા ફરે. તેમના લાખો ચાહકો તેમની સ્વસ્થતા માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.