ઐશ્વર્યા રાય બચ્ચનને બીજી ઇનિંગ્સમાં ધારી સફળતા મળી નથી

બોલીવુડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને પોતાની બીજી ઇનિંગ્સમાં હજી ધારી સફળતા મળી નથી. ઐશ્વર્યાએ પુત્રી આરાધ્યાના જન્મ માટે મેટરનિટી લીવ લીધી હતી. આ પછી બીજી ઇનિંગ્સ શરૂ કરી ત્યારે તેના ચાહકો આતુરતાથી પહેલાં જેવી સફળતા મેળવે તેની રાહ જોતા હતા. બીજી ઇનિંગ્સમાં ઐશ્વર્યાએ ચાર ફિલ્મો કરી છે, પણ ખાસ કઈ સફળતા મળી નથી. બીજી ઇનિંગ્સની શરૂઆત સંજય ગુપ્તાની ફિલ્મ જઝબાથી કરી હતી. આ પછી ઉમંગ કુમારની સબરજિત કરી હતી. આ બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ થઈ શકી નહોતી. ત્રીજી ફિલ્મ કરણ જોહરની અય દિલ હૈ મુશ્કિલ હતી, જે હિટ હતી, પણ મલ્ટિસ્ટાર ફિલ્મ હતી. ચોથી ફિલ્મ તાજેતરમાં અનિલ કપૂર અને રાજકુમાર રાવ સાથે ફન્નેખાં રજૂ થઈ, જે સાધારણ સફળ થઈ છે, બોકસ ઓફિસ પર સારો આવકાર મળ્યો નથી.