એસોસિયેશન ઓફ ઇન્ડિન્સ ઇન અમેરિકા- ન્યુ યોર્ક ચેપ્ટર દ્વારા ટેક્સ રિફોર્મ વિશે સેમિનાર

એસોસિયેશન ઓફ ઇન્ડિન્સ ઇન અમેરિકા-ન્યુ યોર્ક ચેપ્ટર દ્વારા છઠ્ઠી ફેબ્રુઆરીએ લોન્ગ આઇલેન્ડમાં મિન્ટ રેસ્ટોરાંમાં ટેક્સ રિફોર્મ વિશે નિઃશુલ્ક સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં પ્રવચન આપતા કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી.

 

વોશિંગ્ટનઃ એસોસિયેશન ઓફ ઇન્ડિન્સ ઇન અમેરિકા-ન્યુ યોર્ક ચેપ્ટર દ્વારા છઠ્ઠી ફેબ્રુઆરીએ લોન્ગ આઇલેન્ડમાં મિન્ટ રેસ્ટોરાંમાં ટેક્સ રિફોર્મ વિશે નિઃશુલ્ક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ભારતીય કોન્સલ જનરલ રાજદૂત સંદીપ ચક્રવર્તી સહિત 175 નાગરિકોએ ભાગ લીધો હતો.

યુએસ ટેક્સ રિફોર્મ તાજેતરમાં પસાર થયું છે ત્યારથી દરેક જણને તેના નાગરિકો-કોર્પોરેશનો-ઇન્ટરનેશનલ ટેક્સેશનમાં અમલીકરણ બાબતે આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે.

એસોસિયેશન ઓફ ઇન્ડિન્સ ઇન અમેરિકા-ન્યુ યોર્ક ચેપ્ટર આ વિશે માહિતી આપવા માટે ભારતીય અમેરિકન સમુદાયને ભેગા કરવા માગતી હતી. આ સેમિનારમાં જે વક્તાઓએ પ્રવચનો આપ્યાં હતાં, જેમાં એસોસિયેશન ઓફ ઇન્ડિન્સ ઇન અમેરિકા-ન્યુ યોર્ક ચેપ્ટરના પ્રેસિડન્ટ ગોવિંદ મુંજાલ, નેશનલ-ઇન્ટરનેશનલ ટેક્સેસનના નિષ્ણાત સેસીલ નાઝારેથ એસા અને કનેક્ટિકટના એટર્ની મિશેલ માર્કોફનો સમાવેશ થતો હતો.

કોન્સલ જનરલ રાજદૂત સંદીપ ચક્રવર્તીએ આ સેમિનારને સુંદર અને માહિતીલક્ષી કાર્યક્રમ ગણાવ્યો હતો.
મુંજાલે એસોસિયેશન ઓફ ઇન્ડીન્સ ઇન અમેરિકા-ન્યુ યોર્ક ચેપ્ટર દ્વારા આગામી સમયમાં આયોજિત કાર્યક્રમોની માહિતી આપી હતી. તેઓના પ્રોજેક્ટ ઇન્ડીયા ચેરિટી પ્રોગ્રામ માટે ફંડરેઇઝિંગ ઇવેન્ટ નવમી જૂને મેનહટનમાં યોજાશે. 31મા દિવાલી ફેસ્ટિવલ માટે બેનિફિટ ગાલા 15મી સપ્ટેમ્બરે યોજાશે. 31મા દિવાલી ફેસ્ટિવલની ઉજવણી મેનહટનમાં સાઉથ સ્ટ્રીટ સીપોર્ટમાં સાતમી ઓક્ટોબરે થશે, જેમાં આતશબાજી યોજાશે. ઓક્ટોબરના અંતમાં લાઇબ્રેરીઓમાં ચિલ્ડ્રન દિવાલી ઊજવવામાં આવશે. નવેમ્બરમાં દેશી નેક્સ્ટ ઇવેન્ટ યુવાપેઢી માટે યોજાશે.