એસજીવીપી ગુરુકુલમાં ઉજવાયેલ શરદપૂર્ણિમા મહોત્સવ

 

અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડીસ્થિત શા. માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શરદપૂર્ણિમા મહોત્સવ આનંદ સભર ઉજવાયો હતો.

કાર્યક્રમની શરૂઆતે મેમનગર ગુરુકુલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયની ઋષિકુમારો અને સંતોએ રાસની રમઝટ બોલાવી હતી. શરદપૂર્ણિમાનો મહિમા સમજાવતા માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણે યમુનાજીના પુલિંદમાં શરદપૂર્ણિમાએ મહારાસની રચના કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણનો રાસ એટલે ધરતી ઉપર પ્રેમનો વરસાદ, આજની ધરતી આવા પ્રેમના વરસાદને ઝંખે છે. આજે મકાન મોટા થયા છે પણ માણસ સાવ વામણો બન્યો છે. મશીનો વધ્યા છે સંવેદના ઘટી છે. સંપત્તિ પાછળની આંધળી દોટને લીધે જગત રેતના રણ જેવું સુકું થઇ ગયું છે. ત્યારે આવા શરદોત્સવો રણમાં ગુલાબના ફુલ ખીલવે છે. આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ પંચાળામાં  પાંચસો સંતો સાથે રાસ રમ્યા હતા ત્યારે જેટલા સંતો હતા તેટલા રૂપો ભગવાને ધારણ કરી રાસ લીધો હતો. આ પ્રસંગે લોકલાડીલા ભીખુદાન ગઢવીએ પોતાની આગવી છટામાં શ્રોતાઓને રાજી કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here