

ઈ- કોમર્સ કંપની અલીબાબાના સ્થાન પર જેક માને હટાવીને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બનવાનું પદ પ્રાપ્ત કરી લીધું છે. એશિયાના સૌથી ધનવાન વ્યક્તિનો તાજ પહેલાં જેક માને શિરે હતો. શુક્રવારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ વધીને 44.3 બિલિયન ડોલરનો આંક વટાવી ચુકી છે. બ્લુમબર્ગના અહેવાલ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમતમાં અણધાર્યો ઉછાળો આવવાથી મુકેશ અંબાણીની સંપત્તિનો આંકડો વધી ગયો હતો. શુક્રવારે રિલાયન્સનો શેરનો ભાવ વધીનો 1101 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. રિલાયન્સનો શેરના રોકાણકારોને આ વધારાને કારણે ખૂબ ફાયદો થયો હતો.