એલોપેથી સાથે આયુર્વેદિક સારવારથી કોરોનાનો દરદી સાત દિવસમાં સાજો થાય છે

 

અમદાવાદઃ વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે નાગરિકોને સુરક્ષિત કરવા માટે ગુજરાતમાં આયુષ નિયામકની કચેરી દ્વારા આયુષ સારવાર માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જેના ઘણા સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. દર્દીઓને એલોપેથી સારવારની સાથે સાથે આયુર્વેદિક સારવાર કોવિડ માટે આપવામાં આવી છે જે સાચા અર્થમાં કારગત નીવડી છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ૧૨૦૦ બેડની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ ખાતે સ્ટાન્ડર્ડ એલોપેથીની સારવાર સાથે માન્ય નિશ્ચિત પ્રોટોકોલની આયુર્વેદ સારવાર માટે એલોપેથી તજજ્ઞ સમિતિની મંજૂરી સાથે સંશોધન કાર્ય હાથ ધરાયું હતું. આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ સંશોધન માટે જે દર્દીઓ સંમત હતા તેવા દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો જે સંશોધનના સારા પરિણામો મળ્યાં છે.

રાજ્યના આયુષ નિયામકની કચેરીના જણાવ્યા અનુસાર આ સંશોધન કાર્ય બે ગ્રૂપમાં કરવામાં આવ્યા હતા. જેમાં ગ્રુપ એ (સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ ગ્રુપ)માં ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ ખાતેની સ્ટાન્ડર્ડ એલોપેથીની સારવાર આપવામાં આવી હતી જેમાં એલોપેથીનો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અનુસરવામાં આવેલ અને ગ્રુપ બી (આયર્વેદ ટ્રીટમેન્ટ ગ્રૂપ)માં આયુષ પ્રભાગ, ગુજરાત રાજ્ય માન્ય નિશ્ચિત પ્રોટોકોલની આયુર્વેદ સારવારને એલોપેથિક સારવારની સાથે સાથે આપવામાં આવી હતી.

ગ્રૂપ એમાં આયુર્વેદ પ્રોટોકોલ અન્વયે ઔષધ આપીને સારવાર કરાઈ હતી જેમાં દશમૂલ ક્વાથ ૨૦ એમએલ પ્લસ, પથ્યાદિ ક્વાથ ૨૦ એમએલ પ્લસ, ત્રિકટુ ચૂર્ણ બે ગ્રામ, ૪૦ એમએલ ઉકાળો દિવસમાં એકવાર સવારે ભૂખ્યાપેટે આપવામાં આવ્યો હતો. સંશમની વટી (૫૦૦ મિલિગ્રામ ટેબ્લેટ) ૧ ગ્રામ સવારે અને ૧ ગ્રામ સાંજે જમ્યા પછી, આયુષ – ૬૪ ટેબ્લેટ (૫૦૦ મિલિગ્રામ ટેબ્લેટ) એક ગ્રામ સવારે અને એક ગ્રામ સાંજે જમ્યા પછી, યષ્ટીમધુ ઘનવટી (૨૫૦ મિલિગ્રામ ચૂસવા માટેની ટેબ્લેટ) ત્રણ ગ્રામ પ્રતિદિન ૬ વિભાજિત ભાગમાં દિવસ દરમિયાન ચૂસવા માટે આપવામાં આવી હતી. આ દવાઓ વધુમાં વધુ ૨૮ દિવસ સુધી અથવા આરટી પીસીઆર નેગેટિવ આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવી હતી. અખંડાનંદ આયુર્વેદના સ્પેશિયાલિસ્ટ દ્વારા બંને જૂથમાં ૨૬ દર્દીઓ ઉપર દર્દીઓની સંમતિથી આ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તેમના જરૂરી રિપોર્ટ તથા તપાસ સારવાર પહેલા, સારવાર દરમિયાન અને સારવાર બાદ કરવામાં આવ્યું હતું. આ સંશોધન અભ્યાસ અન્વયે કોઈપણ દર્દીમાં એડવર્સ ડ્રગ રિએકશન જોવા મળી નથી. તમામ દર્દીઓના આરટી પીસીઆર રિપોર્ટ સારવાર પૂર્વે અને સારવાર બાદ કરવામાં આવ્યા હતા જેમાંથી આયુર્વેદ સારવાર અન્વયે સારવાર પ્રાપ્ત કરનાર ગ્રૂપ-બીના તમામ દર્દીઓના રિર્પોટ નેગેટિવ આવ્યા છે.

જયારે ગ્રૂપ-એ માં આર ટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ થવામાં સરેરાશ ૧૨.૧૯ દિવસ જ્યારે આયુર્વેદ સારવારના ગ્રૂપ -બી માં સરેરાશ ૭.૮૫ દિવસ સમય લાગ્યો હતો. ગ્રૂપ – બીમાં આયુર્વેદ સારવાર ગ્રૂપ અન્વયે સારવાર પ્રાપ્ત કરનાર કોઈપણ દર્દીને લક્ષણ વધ્યા નથી અને આઇસીયુ સારવાર માટે રિફર કરવામાં આવેલ નથી તથા એક પણ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું નથી. આયુર્વેદ સારવારના ગ્રૂપ -બીમાં ૦-૩ દિવસમાં રિકવરી થયેલા આઠ દર્દીઓ (એટલે કે કુલ સંશોધનમાં સામેલ દર્દીઓના ૩૩ ટકા) મળ્યા જયારે ગ્રૂપ- એમાં ૩ દિવસ સુધીમાં એકપણ દર્દી રિકવર થયો જોવાં મળેલ નથી.

ગ્રૂપ-બી અંતર્ગત આયુર્વેદ સારવાર પ્રાપ્ત કરનાર દર્દીઓના કોવિડ-૧૯ના લક્ષણોમાં હતા તેમાં તાવ ૩.૯૫ દિવસ, ગળાનો સોજો ૭.૫ દિવસ, ખાંસી ૧૫.૨૧ દિવસ, શ્વાસ લેવામાં તકલીફ ૧૪.૭૬ દિવસ,શરદી ૧૦.૫ દિવસ, અશક્તિ ૧૦ દિવસ, માથાનો દુખાવો ૧૧.૭૫ દિવસ, ઊબકા ત્રણ દિવસના સરેરાશ સમયમાં દર્દીઓને રાહત જોવા મળી છે.