એલર્જીથી થતી શરદી

Dr. Rajesh Verma

(ગતાંકથી ચાલુ)
ઔષધિ ઉપચારઃ
આધુનિક ઔષધિ ઉપચારઃ આધુનિક ઔષધિઓ થોડીક રાહત આપી શકે છે, પરંતુ આ ઔષધિઓ પૂર્ણરૂપે ઉપચાર કરી શકતી નથી. અચાનક થયેલી એલર્જીમાં રાહત જોડી મળે છે.

એન્ટીહિસ્ટામીનઃ હિસ્ટામીનનો પ્રભાવ ઓછો થઈ જાય છે, કેમ કે એના ઉપયોગથી હિસ્ટામીન ગ્રહણ કોષો સુધી પહોંચી જાય છે, જેના લીધે સંવેદનશીલ ક્રિયા ધીમી પડી જાય છે. આ રીતે એન્ટીહિસ્ટામીનથી રાહત મળે છે. સોજો ઓછો કરવા માટેની દવા પણ એન્ટીહિસ્ટામીન ઔષધિમાં મેળવી દેવામાં આવે છે, જેના લીધે રક્તનળીઓ સંકોચાઈ જાય છે. સોજો દૂર થાય છે. સોજો દૂર કરવાવાળી આવી ઉત્તેજક ઔષધિથી વ્યક્તિ ગભરાઈ જાય છે અને થાક પણ અનુભવે છે. હૃદયની ધડકનો પણ વધી જતી હોય એવાં લક્ષણો દેખાય તો ચિકિત્સકની તરત જ સલાહ લેવી જોઈએ, જેથી કરીને ઔષધિની માત્રામાં ફેરબદલ કરીને તેના ખરાબ પ્રભાવથી બચી શકાય.

જે લોકો સ્ટિરોઇડને ગોળીના રૂપમાં નથી ખાવા માગતા તેવા લોકોએ નાકમાં સ્પ્રેના રૂપે સ્ટિરોઈડ ઔષધિ લેવી જોઈએ, કેમ કે તેનો ખોટો પ્રભાવ, જેમ કે રક્તચાપ વધી જવો, અસ્થિક્ષય અને અંગભંગ પર પડતો નથી. બીજી એક ઔષધિ ક્રોમોલીન સોડિયમનો પણ ઉપયોગ સ્પ્રે તરીકે કરવામાં આવે છે, જે હિસ્ટામીન સ્ત્રાવિત કરતી હોય તેવી કોશિકાઓને નિયંત્રિત કરે છે.
એલેર્જીજન્ય શરદીનો આયુર્વેદિક ચિકિત્સાથી સફળતાપૂર્વક ઈલાજ થાય છે. એલર્જીની સ્થિતિમાં કેટલાક મુદ્દાઓ પર વિચાર કરવો જોઈએ, જેમ કે,

1. સૌથી પહેલાં રોગીએ રોગ માટેનાં એલર્જિક કારણોની પૂરી જાણકારી લઈ લેવી જોઈએ કે કયાં કારણોથી થાય છે, આ એલર્જીનાં જે પણ કારણો છે તેના દૂર થયા વિના રોગમુક્તિ શકય નથી.
2. રોગીએ શ્વસન સંસ્થાનની પ્રતિરોધક ક્ષમતામાં વૃદ્ધિ કરવી બહુ જરૂરી છે. આ માટે જલનેતિ, પ્રાણાયામ વગેરે પ્રાકૃતિક ઉપાયોનો પ્રયોગ બહુ જ ફાયદાકારક છે.
3. શ્વસન સંસ્થાનની રોગપ્રતિરોધક ક્ષમતા વધારવા માટે નિમ્ન ઔષધયોગ લાભકારી છે.
4. તુલસીપત્ર – 10, કાળાં મરી – 10, મુનક્કા -10,તથા બદામ – 10. બધુ જ રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે પાણી સાથે પીસી લઈને કેટલાક દિવસ સેવન કરતાં રહેવું.
5. પીસેલી હળદરને થોડા ઘીમાં નાખીને શેકી લેવું. ત્યાર પછી નાની ચમચી ભરી સવાર-સાંજ દૂધ સાથે સેવન કરતાં રહેવું.
6. બાદામ ગિરિ -10 નંગ, ઘઉંના ફાડા – ર0 ગ્રામ, ખસખસ-10 ગ્રામ. ત્રણેય વસ્તુ પાણી સાથે પીસી ધીમી આંચ પર શેકીને થોડીક સાકર મેળવી હલવા જેવું બનાવીને કેટલાક દિવસો સુધી સેવન કરવું જોઈએ.
7. સૂંઠ અડધી ચમચી, કાળા ંમરી એક ચોથાઈ ચમચી (લગભગ 7 પીસેલાં કાળાં મરી) અજમો અડધી ચમચી, તુલસીપત્ર 7 નંગ, હળદર એક ચમચી, એક લસણને વાટી આ બધું જ રપ0 ગ્રામ પાણીમાં બપોરે પલાળી દેવું અને એક ગોળની કાંકરી નાખી ઢાંકી રાખવુ. રાત્રે આ મિરશ્રત પાણીને સારી રીતે ચાની જેમ ઉકાળવું અને પછી ગાળીને રોગીને પીવડાવવું. આ પ્રયોગથી પીડિતને ઘણો જ લાભ થાય છે. જો રોગી લસણનો ઉપયોગ ન કરવા ઇચ્છે તો લસણ વિના પણ યોગ કરી શકાય.
8. ચ્યવનપ્રાશ બે-બે ચમચી, સવાર-સાંજ સેવન કરવું પણ હિતકારી છે
એલર્જિક શરદીના આર્યુવેદમાં ઘણા ઉપાય છે, પણ તમે તમારી પ્રકૃતિ અનુસાર કોઈ પણ એક અથવા બે પ્રયોગ સતત ચાલુ રાખવા જોઈએ, જેથી આપણે જે ઇચ્છીએ છીએ, તે પરિણામ મળી શકે. અમારી પાસે આવતા આ પ્રકારના દર્દીઓ અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રયોગ અજમાવી ચૂક્યા હોય છે. છતાં પણ ફાયદો જોવા મળતો નથી. તો તેનું કારણ એ જ છે કે તેઓ એક બે મહિનામાં કંટાળીને પ્રયોગ બંધ કરી દે છે. માટે આર્યુવેદ ચિકિત્સા કરનાર વ્યક્તિએ પૂરી ધીરજ સાથે ચિકિત્સા કરવી જોઈએ.