એલન મસ્કની કંપની SpaceX નવી સિદ્ધિ, એક રોકેટથી લોન્ચ કર્યા ૧૪૩ સેટેલાઇટ

 

વોશિંગ્ટનઃ SpaceXએ અવકાશ જગતમાં એક નવી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. કંપનીએ એક જ રોકેટથી ૧૪૩ સેટેલાઇટ અવકાશમાં મોકલવામાં સફળતા મેળવી છે. આ પહેલા એક સાથે સૌથી વધારે સેટેલાઇટ મોકલવાનો રેકોર્ડ ભારતના નામે હતો. જેમાં વર્ષ ૨૦૧૭માં ભારતે એક રોકેટથી ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કર્યા હતા. 

એલન મસ્કની માલિકીની આ કંપની સેટેલાઇટ લોન્ચિંગ માટે ૧૦ લાખ ડોલરનો ચાર્જ લે છે. કંપની એક રોકેટથી એક સાથે ૧૪૩ સેટેલાઇટ લોન્ચ કરવાની સિદ્ધિ ડિસેમ્બરમાં જ હાંસલ કરી હતી, પરંતુ ટેકનિકલ ખામીને લીધે લોન્ચિંગ આગળ ધકેલાયુ હતું. શનિવારે પણ હવામાન ખરાબ હોવાને લીધે લોન્ચિંગને સ્થગિત કરવાની ફરજ પડી હતી. 

સ્પેસ એક્સ એ આ તમામ સેટેલાઇટને ફ્લોરિડાના કેપ કૈનેવર્લથી Falcon-9ની મદદથી લોન્ચ કર્યા હતા. આ રોકેટ એ ભારત ઉપરથી ઉડાન ભરી હતી અને બેંગલુરુમાં ઇસરોએ તેના સિગ્નલ ટ્રેક કર્યા હતા. આ સેટેલાઇટની મદદથી Falcon-9 કંપની ૨૦૨૧ સુધી ગ્લોબલ બ્રોડબેન્ડ ઇન્ટરનેટની સુવિધા આપશે. 

ટેસ્લા અને સ્પેસ એક્સ જેવી કંપનીઓના માલિક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક અવકાશમાં પોતાના પ્રોજેક્ટ્સને લઇને હમેશાં ઉત્સાહિત જોવા મળે છે. ગત વર્ષે એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ મંગળ ગ્રહ પર જવાનું સપનુ સેવી રહ્યા છે