એર ઈન્ડિયાની ફલાઈટનું સ્વીડનમાં ઈમરજન્સી લેન્ડિગ

 

સ્વીડન: ન્યૂ યોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફલાઇટ નંબર AI106૬નું સ્વીડનમાં  ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું છે. આ ફલાઈટ તકનીકી ખામી સર્જાતા સ્વીડનના સ્ટોકહોમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં લગભગ ૩૦૦ જેટલા મુસાફરો સવાર હતા. સુત્રો પરથી મળતી જાણકારી અનુસાર, તમામ મુસાફરો સુરક્ષિત છે. માહિતી મળ્યા બાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફાયર એન્જિન સુવિધા કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ માહિતી આપી છે કે, એર ઈન્ડિયા યુએસ-દિલ્હી લાઈટને એરક્રાટના એન્જિનમાંથી ઓઈલ લીકેજને કારણે સ્ટોકહોમ, સ્વીડન તરફ વાળવામાં આવી હતી અને ત્યાં તેનું સુરક્ષિત લેન્ડિગ કરવામાં આવ્યું હતું.