એર ઈન્ડિયાના સીઈઓ , એમડીનું પદ સ્વીકારવા ઈલકેર આયસીનો ઈનકાર 

 

નવી દિલ્હીઃ એર ઇન્ડિયાના નવા સીઈઓ બનવાની ઓફર મળ્યાના બે જ સપ્તાહ બાદ તુર્કિશ એરલાઇન્સના પૂર્વ ચેરમેન ઇલકેર આઈસીએ આ પદ સ્વિકારવાની ના પાડી દીધી હતી . ટાટા ગ્રુપ દ્વારા તેમને સીઇઓની સાથે એમડી બનવાની પણ ઓફર કરી હતી . ભારતીય મીડિયા પર આરોપો લગાવીને આ પદને સ્વીકારવાની તેમણે ના પાડી દીધી હતી . નોંધનીય છે કે જેમને એર ઈન્ડિયાના ચેરમેન બનવાની ઓફર આપી તેમના પર એવા આરોપ છે કે તેઓ તુર્કીના રાષ્ટ્રપતિના ખાસ માણસ છે . તુર્કી ઈલકેર આયસી ખુલ્લેઆમ પાકિસ્તાનને સમર્થન આપી રહ્યું છે . જેને પગલે ભારતમાં આ નિમણુંકનો વિરોધ શરૂથયો હતો.

સંઘ સાથે જોડાયેલા સ્વદેશી જાગરણ મંચે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે એર ઇડિયાના સીઇઓનું પદ આયસીને ન આપવામાં આવે , કેમ કે આમથવાથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો વધશે . ટાટા સંસ ગ્રુપે ૧૪ ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે એર ઈન્ડિયાના નવા સીઇઓનું પદ આયસીને સોપવામાં આવશે , સાથે તેમને એમડી પણ બનાવવામાં આવશે . જોકે ભારતીય મીડિયા પર બદનામ કરવાનો આરોપ લગાવીને આયસીએ ટાટાની આ ઓફરને ઠુકરાવી દીધી હતી . તેમણે કહ્યું હતું કે મારી નિમણુંકથઇ તે પછી મે જોયુ કે ભારતીય મીડિયાનો એક હિસ્સો મારી આ નિમણુંકને અલગ જ રંગ આપીને મને બદનામ કરી રહ્યું છે . આ પ્રકારના માહોલમાં મારા માટે આ પદ સ્વિકારવું યોગ્ય નહીં રહે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here