એરોન કૌફર અને એલેક રિન્કવેજ અમદાવાદની મુલાકાતે પધાર્યાં

અમદાવાદઃ એરોન કૌફર અને એલેક રિન્કવેજ (પેન્સિલવેનિયા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ ડિસ્ટ્રિક્ટ 120 અને 119ના બંને રિપબ્લિકન સભ્યો), 18 નવેમ્બર 2023ના રોજ અમદાવાદની મુલાકાતે પધાર્યાં હતા.
પેન્સિલવેનિયા OFBJP ડેલિગેટ્સ અલ્પેશ પટેલ અને વિશાલ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.
અમદાવાદની તેમની મુલાકાત દરમિયાન, તેઓ રાજ્યના ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, બકાજી ઠાકોર અને પ્રવક્તા (ભાજપ) ડો. હેમંત ભટ્ટ અને દિગંત સોમપુરા (વિદેશી સંબંધો ભાજપ-ગુજરાત) સહિત અગ્રણીઓ અને આગેવાનોને મળ્યા હતા.