એરઈન્ડીયાના વિમાનોમાં સ્પેરપાર્ટની અછતને કારણે વિમાનો ઉડ્ડયન કરી શકતા નથી..

0
647

એર ઈન્ડિયામાં સ્પેર પાટૅની અછતને કારણે નવી એરબસ- એ- 321 સહિત 19 વિમાનોનું પરિચાલન બહારથી કરવામાં આવ્યું છે. કંપનીના વિમાનચાલકોના સંગઠનોએ એવો આરોપ મૂક્યો છે કે, સ્પેર- પાર્ટની કમીને કારણે એર ઈન્ડિયાના 23 ટકા મોટા વિમાનોનું પરિચાલન બહારથી છે. આજની કિંમતની ગણતરીએ, આશરે 3.6 અબજ ડોલર એટલે કે 25 હજાર કરોડના વિમાનો કતારમાં નિષ્ક્રિય ઊભા છે. એર ઈન્ડિયા આર્થિક દુર્દશાનો શિકાર બન્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્ર્યાલય એર ઈન્ડિયાને 11,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ ઉપલબ્ધ કરાવવા માટે વિચાર- વિમર્શ કરી રહ્યું છે.