એફ-૧ વિદ્યાર્થીઓ માટે યુએસસીઆઇએસ અપડેટ્સઃ વૈકલ્પિક પ્રેક્ટિકલ તાલીમ માટે અલગ શાળામાં બદલી થાય અથવા અન્ય શૈક્ષણિક કક્ષાએ અભ્યાસ શરૂ થાય તો આપોઆપ હકાલપટ્ટી

0
994

યુએસસીઆઇએસ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (ઓપીટી) લેતા એફ-૧ વિદ્યાર્થીઓને એ વાતની યાદ અપાવે છે કે અન્ય શાળામાં બદલી અથવા અન્ય શૈક્ષણિક કક્ષાએ અભ્યાસ શરૂ કરવાના કારણે આપોઆપ ઓપીટી તેમ જ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ (ઇએડી)માંથી રૂખસદ મળી શકે છે. દાખલા તરીકે સ્નાતકની પદવી શરૂ થયા પછી અનુસ્નાતક કાર્યક્રમની શરૂઆત કરવી.
જોકે ઓપીટી સાથે જોડાયાની માન્યતાનો આપોઆપ અંત આવે છે, જ્યારે અલગ શાળા અથવા શૈક્ષણિક કક્ષામાં બદલાવ આવે છે. એફ-૧ સ્ટેટસ ધરાવતા વિદ્યાર્થીઓને આની અસર થશે નહિ, કારણ કે તેઓ પોતાના સ્ટુડન્ટ સ્ટેટસ જાળવવા માટે તમામ જરૂરિયાતો પૂરી કરશે.
આ જરૂરિયાતોમાં નકારાયેલા ઇએડી સાથે કામ કરવાનો સમાવેશ થતો નથી, કારણ કે રૂખસદનોે અર્થ એ છે કે વિદ્યાર્થીઓને યુનાઇટેડ સ્ટેટસમાં લાંબા સમય માટે કામ કરવાની માન્યતા મળતી નથી. યુનાઇટેડ સ્ટેટ્સમાં માન્યતા વગર કામ કરવું ગંભીર ઇમિગ્રેશન ગુનો ગણાય છે, જેના કારણે તેને દેશમાંથી હાંકી કાઢવામાં આવે છે અને ફરીથી પ્રવેશ આપવા પર પ્રતિબંધ મુકાય છે.
આ ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવાના કારણે કાયદેસર નોનઇમિગ્રન્ટ સ્ટેટસનો પણ ભંગ થાય છે, જેના કારણે ગેરકાયદે રહેવા માટે ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી એક્ટ અંતર્ગત પેનલ્ટીનો પણ સમાવેશ થાય છે.
હાલમાં, યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસીઇ)ના સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ (એસઇવીપી) ટર્મિનેશન તારીખની યુએસસીઆઇએસને માહિતી આપે છે, હાલના નિયમો અંતર્ગત ઓપીટી ટર્મિનેશન આપોઆપ થઈ જાય છે.
યુએસસીઆઇએસ તેની સિસ્ટમો અપડેટ કરી રહી છે અને એસઇવીપી દ્વારા નોટિફાઇડ થયા પછી આ સિસ્ટમોમાં ઇએડી ટર્મિનેશન ડેટ એન્ટર કરવાની શરૂઆત કરશે.
યુએસસીઆઇએસ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નોટિફાય કરશે અને તેઓને ડેઝિગ્નેટેડ સ્કૂલ ઓફિશિયલ (ડીએસઓ) દ્વારા રેકોર્ડમાં કોઈ પણ ભૂલો સુધારવાની તક આપશે. એસઇવીપી અને યુએસસીઆઈએસ સિસ્ટમ વચ્ચે સાતત્ય જાળવવા માટે અને ટર્મિનેટેડ ઇએડી સાથે કામ કરવાની શક્ય સંભાવનાઓની વિદ્યાર્થીઓને માહિતી આપવા આ પ્રક્રિયા એફ-૧ અને ઓપીટી પ્રોગ્રામની સંવાદિતા મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે.
યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લો કઈ રીતે તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને અસર કરી શકે છે તે વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો    ૨૦૧-૬૭૦-૦૦૦૬ (૧૦૭) પર  સંપર્ક કરી શકો છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here