એફઆઇએ દ્વારા ભારતના રાજ્યકક્ષાના મંત્રી વિજય સંપલાના માનમાં લંચઓન મીટ

0
839


(ડાબે) ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી (ડાબે) અને પદ્મશ્રી ડો. સુધીર પરીખ (જમણે) ન્યુ યોર્કમાં ભારતના રાજ્યકક્ષાના સામાજિક ન્યાય-સશકતીકરણ વિભાગના મંત્રી વિજય સંપલાના માનમાં ‘મીટ એન્ડ ગ્રીટ’ લંચઓન મીટમાં સંપલાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી રહ્યા છે. (જમણે) એફઆઇએના પ્રેસિડન્ટ શ્રુજલ પરીખ (જમણેથી બીજા) અને સંપલા (ડાબેથી બીજા), સંદીપ ચક્રવર્તી (જમણે) અને રમેશ પટેલ (ડાબે) નજરે પડે છે.

ન્યુ યોર્કઃ ધ ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન ઓફ ન્યુ યોર્ક-ન્યુ જર્સી-કનેક્ટિકટ (એફઆઇએ) દ્વારા ભારતના રાજ્યકક્ષાના સામાજિક ન્યાય-સશક્તીકરણ વિભાગના મંત્રી વિજય સંપલાના માનમાં ‘મીટ એન્ડ ગ્રીટ’ લંચઓન મીટનું આયોજન 22મી એપ્રિલે ન્યુ યોર્ક સિટીની ઝાયકા રેસ્ટોરાંમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી, પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર અને ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ, એફઆઇએના પ્રેસિડન્ટ શ્રુજલ પરીખ, એફઆઇએના ચેરમેન રમેશ પટેલ, કેની દેસાઈ, અનિલ મોન્ઘા, કરમજિત સિંહ, જયેશ પટેલ, એન્ડી ભાટિયા, આનંદ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ભૂતપૂર્વ એફઆઇએ પ્રેસિડન્ટ અંકુર વૈદ્યે સ્વાગત પ્રવચન આપ્યું હતું. શ્રુજલ પરીખે પણ પ્રવચન કર્યું હતું. રમેશ પટેલ દ્વારા સંપલાને પુષ્પગુચ્છ એનાયત કરવામાં આવ્યું હતું.
હૈતીથી ભારત જતી વખતે સંપલા ન્યુ યોર્ક સિટીમાં એક દિવસ માટે રોકાયા હતા.
સંપલા સાથેની આ મીટ દરમિયાન સંદીપ ચક્રવર્તી, ડો. સુધીર પરીખ અને એફઆઇએ એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ આલોક કુમારે પણ પ્રવચનો આપ્યાં હતાં.