
કરણ જોહરની મહત્વાકાંક્ષી ફિલ્મ કલંંક માટે પ્રેક્ષકોમાં બહુ ઉત્સુકતા છે. ખૂબ જ પ્રતિભાશાળી અને લોકપ્રિયતાની ટોચે બિરાજતા બોલીવુડના સ્ટાર- કલાકારો એકસાથે આ ફિલ્મમાં ભૂમિકા ભજવી રહ્યા છે. સંજય દત્ત, માધુરી દીક્ષિત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપુર , સોનાક્ષી સિન્હા, કુણાલ ખેમુ વગેરેનો આ ફિલમમાં શામેલ છે. ફિલ્મના દરેક કલાકારનો ફસ્ટ લુક રિલિઝ કરાયો છે, જે આકર્ષક છે. ફિલ્મની કથા મેલોડ્રામેટિક છે, રોમાંચક છે. આ રીતે મલ્ટી સ્ટારર મુવી બનાવવું આજના યુગમાં ખૂબ જ ખર્ચાળ પ્રોજેક્ટ ગણાય છે. જો કે કરણ જૌહર ખમતીધર નિર્માતા છે અને પહેલાં પણ એમણે મલ્ટી-સ્ટારર ફિલ્મોનું નિર્માણ કર્યું છે.