એપીજે અબ્દુલ કલામ સેટેલાઇટ વ્હીકલ મિશન-૨૦૨૩ લોન્ચ કરાયું

 

તમિલનાડુ: માર્ટિન ફાઉન્ડેશને ડો. એપીજે અબ્દુલ કલામ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અને સ્પેસ ઝોન ઇન્ડિયા સાથે મળીને તમિલનાડુના ચેંગલપટ્ટ જિલ્લાના પટ્ટીપોલમ ગામમાંથી એપીજે અબ્દુલ કલામ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ મિશન-૨૦૨૩ લોન્ચ કર્યુ. આ કાર્યક્રમમાં તેલંગાણાના રાજયપાલ તમિલિસાઇ સૌંદરરાજન પણ હાજર હતા. એક સત્તાવાર નિવેદન અનુસાર, દેશના વિવિધ ભાગોમાં બે હજારથી વધુ વિદ્યાથીઓ ૧૫૦ ઉપગ્રહોને ડિઝાઇન અને વિકસાવવામાં સક્ષમ હતા, જે રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે. એક નિવેદન અનુસાર, મિશને પસંદ કરેલા વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત વિશે વધુ શીખવાની તક પૂરી પાડી છે. માર્ટિન ફાઉન્ડેશન, તમિલનાડુની એક બિન-લાભકારી સંસ્થા, પ્રોજેકટના ૮૫ ટકા ભંડોળ પૂ‚ં પાડે છે. અત્રે નોંધનીય છે કે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ કલાસ દ્વારા સેટેલાઇટ ટેકનોલોજી વિશે શીખવવામાં આવ્યું છે અને ત્યારબાદ પ્રેકિટકલ સત્રો દ્વારા તેમને પ્રોજેકટ વિસ્તારની શોધખોળ કરવામાં મદદ કરવામાં આવી છે. તેમને આ ક્ષેત્રમાં અનેક તકો વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. જાણવા મળ્યા અનુસાર, ૧૦૦થી વધુ સરકારી શાળાઓના કુલ બે હજાર વિદ્યાર્થીઓ આ રોકેટનો ભાગ બન્યા છે, કારણકે આ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાનમાં તાલીમ આપવા અને ડોમેનમાં કારકિર્દીની તકો શોધવામાં મદદ કરવા માટે આ એક સારૂ પ્લેટફોર્મ બનવાની અપેક્ષા છે.